ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / pakistan legend in australia shoaib akhtar surgery hospital video

ઈમોશનલ / બહુ તકલીફમાં છું..., ઓસ્ટ્રેલિયામાં શોએબ અખ્તરે કરાવી સર્જરી, હોસ્પિટલથી શેર કર્યો વીડિયો

Published By: Vishnu

Last Updated: 10:00 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શોએબ અખ્તરે વીડિયોમાં કહ્યું કે ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને 11 વર્ષ થયા તો પણ મુશ્કેલી પડી રહી, આશા રાખું છું કે આ છેલ્લું ઓપરેશન હોય

ADVERTISEMENT

  • પાકિસ્તાનના પૂર્વ તેજ બોલર શોએબ અખ્તર તકલીફમાં
  • વીડિયો શેર કરી કરી ઈમોશનલ થયા
  • કહ્યું હજુ પણ દેશ માટે રમવા તૈયાર

પાકિસ્તાનના પૂર્વ તેજ બોલર શોએબ અખ્તર હાલના દિવસોમાં ઓસ્ટ્રેલીયામાં છે. અને તેઓ સર્જરી કરાવી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  ઘૂંટણની સર્જરી કરવા પહોંચેલા શોએબ અખ્તરે હોસ્પિટલની પથારીએથી એક વીડિયો શેર કર્યો છે. અને પોતાના ચાહકોને સંદેશો આપ્યો છે. શોએબ અખ્તરે કહ્યું છે કે હું અત્યારે તકલીફમાં છું, બસ તમારી દુઆની જરૂર છે.

...આ છેલ્લું ઓપરેશન હોય
46 વર્ષના શોએબ અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. ઓસ્ટ્રેલીયાના મેલબોર્નમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં શોએબ અખ્તરે બંને ઘૂંટણની સર્જરી કરાવી છે. તેમણે વીડિયોમાં કહ્યું છે કે હું ઉમ્મીદ કરી રહ્યો છું કે આ છેલ્લું ઓપરેશન હોય.

વીડિયો શેર કરી શું કહ્યું?
શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે 5-6 કલાક ઓપરેશન ચાલ્યું હતું. બંને ઘૂંટણમાં ખૂબ દુખાવો હતો. હાલ ખૂબ જ તકલીફમાં છું બસ તમારી દુઆની વધુ જરૂર છે . તેમણે જૂની યાદો અને ક્રિકેટ પાછળ કરેલી મહેનતને યાદ કરતાં કહ્યું કે ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને 11 વર્ષ થયા તો પણ મુશ્કેલી પડી રહી છે. હું 4-5 વર્ષ હજુ વધુ રમી શકતો હતો. મને ખબર હતી કે જો એવું કરે તો વ્હીલ ચેયર પર આવી જશે. પણ મૈ જે પણ કઈ કર્યું તે પાકિસ્તાન માટે કર્યું. જો ફરી મોકો આપશે તો હજુ પણ રમવા તૈયાર જ છું.

ઘણી વખત કરી ચૂક્યા છે ફરિયાદ
આપને જણાવી દઈએ કે શોએબ અખ્તર આ પહેલા પણ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે તે વારંવાર ઘૂંટણના દર્દનો સામનો કરી રહ્યા છે. શોએબ અખ્તરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ કોમેન્ટ્રીમાં હાથ અજમાવ્યો હતો શોએબ પોતાની યુ ટ્યુબ ચેનલ પર પણ ઘણા એક્ટિવ છે.

કારકિર્દી
પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે બોલિંગમાં ખૂબ પરસેવો પાડયો, 46 ટેસ્ટ રમી 178 વિકેટ ઝડપી, આ તરફ 163 વન ડેમાં 247 વિકેટ ઝટકી હતી. જ્યારે 15 ટી 20 ઈન્ટરનેશનલ મેચ પણ રમ્યા છે જેમાં 19 વિકેટ લઈ સારું પદર્શન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Cricket Team Shoaib Akhtar shoaib akhtar hospital video shoaib akhtar video પાકિસ્તાન ક્રિકેટ શોએબ અખ્તર શોએબ અખ્તર વીડિયો શોએબ અખ્તર હોસ્પિટલ વીડિયો shoaib akhtar surgery hospital video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ