બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Pain in this part of the body may be a sign of stones, be careful before kidney damage

સાવધાન / શરીરના આ ભાગમાં દુ:ખાવો રહેતો હોય તો પથરીનો હોઈ શકે છે સંકેત, કિડની ડેમેજ થાય તે પહેલા થઈ જાઓ સાવચેત

Pooja Khunti

Last Updated: 03:02 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kidney Stone Pain Area: કિડનીમાં પથરી થવાનાં કારણે શરીરનાં કેટલાક ભાગમાં અસહ્ય દુ:ખાવો થઈ શકે છે. જાણો વિગતવાર.

  • પેટની નીચેનાં ભાગમાં દુ:ખાવો થવો 
  • અંડકોષમાં દુ:ખાવો થવો 
  • પેશાબ કરતી વખતે દુ:ખાવો થવો 

કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ ખુબ સામાન્ય બની ગઈ છે. કિડની આપણાં શરીર માંથી કચરો દૂર કરવાનું કામ કરે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ નથી કરી શક્તિ ત્યારે સંપૂર્ણ રીતે કચરો બહાર નીકળી શકતો નથી. આ કચરો પથરી બની જાય છે. શરૂઆતમાં પથરી નાની હોય છે પણ આગળ જતાં તે એક બૉલ જેટલી થઈ શકે છે. પથરી નાની હોય ત્યારે તેના કોઈ ખાસ લક્ષણ દેખાતા નથી પણ જ્યારે પથરી મોટી થવા લાગે ત્યારે તેના ગંભીર લક્ષણો દેખાય છે. કિડનીમાં પથરી મૂત્ર માર્ગ અને મૂત્રાશયને અસર કરે છે. પથરીનો દુ:ખાવો પેટ અને કમરનાં ભાગમાં થાય છે. શરીરનાં અન્ય ભાગ ઉપર પણ પથરીનો દુ:ખાવો થઈ શકે. 

કમરમાં દુ:ખાવો થઈ શકે 
કમરની બાજુમાં દુ:ખાવો થવો એ કિડનીમાં પથરીનું એક મોટું લક્ષણ છે. જ્યારે તમને એકદમથી કમરની બાજુમાં દુ:ખાવો થવા લાગે તો તેને નજરઅંદાજ ન કરો. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

પેટની નીચેનાં ભાગમાં દુ:ખાવો થવો 
પેટની નીચેનાં ભાગમાં દુ:ખાવો થવો એ પણ કિડનીમાં પથરી હોવાનાં લક્ષણો છે. યૂરિન ઇન્ફેકશન અથવા માસિક સ્ત્રાવ સમયે સ્ત્રીઓને પેટની નીચેનાં ભાગમાં દુ:ખાવો થતો હોય છે. પરંતુ તમારા પેટની નીચેનાં ભાગથી લઈને કમરની બાજુ સુધી દુ:ખાવો થતો હોય તો તમારે સમજી જવું કે આ કિડનીમાં પથરીનાં કારણે થઈ રહ્યું છે. 

અંડકોષમાં દુ:ખાવો થવો 
પુરુષોને કિડનીમાં પથરી હોય ત્યારે અંડકોષમાં દુ:ખાવો થઈ શકે છે. પેટ અને કમરની બાજુનાં દુ:ખાવા સાથે તમને જો અંડકોષમાં પણ દુ:ખાવો થતો હોય તો તમારે તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. 

પેશાબ કરતી વખતે દુ:ખાવો થવો 
જો તમને પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય તો સમજી જવું કે તમને કિડમાં પથરી છે. કારણકે આ એક તેનું મોટું લક્ષણ છે. ઘણી વાર યૂરિન ઇન્ફેકશનનાં કારણે પણ આવું થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ