ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અમદાવાદના સમાચાર / પહેલગામ આ!તંકી હુમલામાં તપાસ તેજ, VTVના Exclusive વીડિયો બાદ ઝિપલાઈન ઓપરેટરને NIAનું તેડું

તપાસ તેજ / પહેલગામ આ!તંકી હુમલામાં તપાસ તેજ, VTVના Exclusive વીડિયો બાદ ઝિપલાઈન ઓપરેટરને NIAનું તેડું

Published By: Nidhi Panchal

Last Updated: 09:38 AM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામમાં પર્યટન સ્થળે થયેલ આતંકી હુમલાની ઘટના દેશભરમાં ચિંતાનો વિષય બની છે. NIA આ મામલે ઝિપલાઇન ઓપરેટરની પૂછપરછ શરૂ કરી છે, કારણ કે તે પરિસ્થિતિમાં શંકાસ્પદ વર્તન કર્યું હતું.

ADVERTISEMENT

અત્યારે દેશભરમાં ચર્ચામાં રહેલો પહેલગામ આતંકી હુમલો ખૂબ જ ગંભીર બનાવ બન્યો છે. આ ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ઝડપથી ચાલી રહી છે. પહેલગામમાં પર્યટકો માટે બનાવેલી ઝિપલાઇન પર કાર્યરત એક ઓપરેટર વિવાદાસ્પદ નિવેદનોની અસર હેઠળ હવે તપાસના ઘેરામાં આવ્યો છે. vtv ડિજિટલ દ્વારા Exclusive વીડિયો સૌ પ્રથમ બહાર લાવવામાં આવ્યો હતો. વાતચીત કરતા ઋષિ ભટ્ટે જણાવ્યું હતું કે હુમલાની ઘટનાના સમયે તેમણે પોતે આ ઓપરેટરને "અલ્લાહ હુ અકબર" નારા લગાવતા સાંભળ્યા હતા. ઋષિ ભટ્ટે દાવો કર્યો હતો કે જ્યારે તે ઝિપલાઇન પર હતો ત્યારે નીચે ગોળીબાર શરૂ થયો અને એ અવાજો સાથે ઓપરેટર ઈસ્લામિક નારા લગાવતો જોવા મળ્યો. ત્યારબાદ તેને ત્યાંથી આગળ ધપાવી દેવામાં આવ્યો.

rushi-bhai

ગોળીબાર બપોરે આશરે 2:30 વાગ્યે થયો હતો. ઋષિ ભટ્ટે કહ્યું કે હુમલાખોરો ધર્મ પૂછીને લોકોને ગોળી મારી રહ્યા હતા. હાલ NIA અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ઓપરેટરની પુનઃ પૂછપરછ થશે અને જે કોઈ આરોપ છે તેની સારી રીતે તપાસ કરવામાં આવશે.

આ હુમલા પછી ભારતે રાષ્ટ્રીય સ્તરે તૈયારીઓ શરૂ કરી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પાસેથી લશ્કરી સ્થિતિની જાણકારી લીધી હતી અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ભારતે રાફેલ દરિયાઈ વિમાનો માટે ફ્રાન્સ સાથે કરાર કર્યો છે અને INS વિક્રાંત સાથે નૌકાદળને અરબી સમુદ્રમાં તૈનાત કરાયું છે.

બીજી તરફ, પાકિસ્તાનમાં પણ આ ઘટનાને લઇને ઉથલપાથલ છે. ત્યાંના આર્મી ચીફ અસીમ મુનીરની ટીકા થઈ રહી છે અને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે યુદ્ધ ટાળવાની સલાહ આપી છે. તુર્કી દ્વારા પણ પાકિસ્તાનને શસ્ત્રો મોકલવાના દાવાઓને નકારી કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અફઘાન વેપાર અટક્યો: ભારત-પાક સરહદે ICP પર વાહન અવરોધ!

આ સાથે જ ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે પાકિસ્તાનમાં ચિંતાનું માહોલ છે. આ સંધી અંતર્ગત પાકિસ્તાનને ઝેલમ, ચિનાબ અને સિંધુ જેવી પશ્ચિમી નદીઓ પર અધિકાર હતો. હવે ભારત એ નદીઓ પર બંધો અને પ્રોજેક્ટો દ્વારા પાણીના વહનને નિયંત્રિત કરી શકે છે, જેના કારણે પાકિસ્તાનને પાણીની તીવ્ર અછત અને દુષ્કાળનો ખતરો વધ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NIA investigation zipline operator pahalgam attack News

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ