ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:45 AM, 29 April 2025
ADVERTISEMENT
અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી વેપારના સારા સંબંધ રહ્યા છે, ખાસ કરીને કૃષિ આધારિત માલમાં, જેમ કે સૂકા ફળો બદામ, અંજીર, કિસમિસ, સૂકા દ્રાક્ષ, ખજૂર અને જરદાળુ. જોકે, તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલા તણાવને કારણે અફઘાનિસ્તાનથી થતો વેપાર મુશ્કેલીઓમાં આવી ગયો છે. 22 એપ્રિલે પહેલગામમાં બનેલી ઘટનાને પગલે ભારતે કડક કાર્યવાહી કરી, જેના જવાબમાં પાકિસ્તાને વાઘા બોર્ડર પર અફઘાનિસ્તાનથી આવનારા 35 સૂકા ફળોના ટ્રક અટકાવી દીધા.
ADVERTISEMENT

આ ટ્રક અટકાવવાથી બંને દેશોના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. વર્ષ 2023-24 (ડિસેમ્બર 2024 સુધી) દરમિયાન અટારી રૂટ દ્વારા લગભગ 3,115.99 કરોડ રૂપિયાની આયાત થઈ હતી. સામાન્ય રીતે શિયાળામાં સૂકા ફળોની માંગ વધી જાય છે, એટલે ભારતના વેપારીઓએ મોટાભાગનો માલ અગાઉથી આયાત કરીને કોલ્ડ સ્ટોરેજમાં રાખી દીધો છે. લગભગ 90 ટકા માલ પહોંચી ગયો છે, જ્યારે 10 ટકા હજુ આવી રહ્યો હતો ત્યારે વેપાર અટકી ગયો.
ADVERTISEMENT

ફેડરેશન ઓફ ગ્રોસરી એન્ડ ડ્રાયફ્રૂટ કોમર્શિયલ એસોસિએશનના વડા કહે છે કે અફઘાનિસ્તાનથી થતો વેપાર વધી રહ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિમાં તે ફરીથી સ્થગિત થયો છે. તેમનું માનવું છે કે રાષ્ટ્રીય હિત સૌથી ઉપર છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડના પૂર્વ પ્રમુખ આરએસ સચદેવ પણ કહે છે કે ભારતીય વેપારીઓએ વ્યાવસાયિક લાભથી વધારે રાષ્ટ્રીય હિતને મહત્વ આપ્યું છે.
ADVERTISEMENT
અફઘાનિસ્તાન પોતાની નિકાસ માટે લગભગ 99 ટકા ભારત પર આધારિત છે. ત્યાંના અનેક સૂકા ફળોના ફાર્મ હાલમાં બંધ છે. પહેલા જ્યારે સ્થિતિ થોડી સ્થિર થઈ ત્યારે થોડો રાહત મળ્યો હતો, પણ હવે ફરીથી તણાવની સ્થિતિમાં દરિયાઈ માર્ગ જ વિકલ્પ છે, જે ખર્ચાળ છે. જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો ભાવમાં પણ વધારો થવાની શક્યતા
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ