બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતમાં છૂપાયેલા પાકિસ્તાનીઓને 24 કલાકનું અલ્ટીમેટમ, ડેડલાઇન હવે પૂર્ણતાના આરે

જાણી લેજો / ભારતમાં છૂપાયેલા પાકિસ્તાનીઓને 24 કલાકનું અલ્ટીમેટમ, ડેડલાઇન હવે પૂર્ણતાના આરે

Published By: Priykant Shrimali

Last Updated: 09:27 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Attari Wagah Border : પહેલગામ હુમલા બાદ ભારતમાં વસતા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ, સરકાર દ્વારા આપવામાં આવેલી પહેલી સમયમર્યાદા 27 એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગઈ અને બીજી સમયમર્યાદા 29 એપ્રિલના રોજ સમાપ્ત થશે જેના માટે ફક્ત 24 કલાક બાકી

Attari Wagah Border : પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં શોકનો માહોલ અને આક્રોશની સ્થિતિ છે. આ તરફ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ રાજદ્વારી સંબંધોનો અંત લાવી દીધો છે. આ સાથે તમામ પાકિસ્તાનીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ બાદ પાકિસ્તાની નાગરિકોમાં પોતાના દેશમાં જવા અંગે ગભરાટ ફેલાયો હતો. આ જ કારણ છે કે, વાઘા-અટારી બોર્ડર પર ભારે ભીડ જોવા મળી હતી.

સરકારી આંકડાઓ અનુસાર દેશભરમાં હજારો પાકિસ્તાનીઓ હાજર છે. આમાંથી 5 હજારથી વધુ પાકિસ્તાનીઓ એકલા દિલ્હીમાં અને લગભગ 2000 મુંબઈ અને UPમાં હોવાના અહેવાલો છે પરંતુ સમયમર્યાદા પૂરી થાય ત્યાં સુધી ફક્ત 537 પાકિસ્તાનીઓ જ તેમના દેશમાં પાછા ફર્યા છે. જો આપણે ભારતીય નાગરિકોની વાત કરીએ તો 1387 ભારતીયો પાકિસ્તાનથી પોતાના દેશ પરત ફર્યા છે. આમાં ઘણા રાજદ્વારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે.

ભારતમાં છૂપાયેલા પાકિસ્તાનીઓને 24 કલાકનું અલ્ટીમેટમ

સરકાર દ્વારા આપવામાં આવેલી પહેલી સમયમર્યાદા 27 એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગઈ છે. બીજી સમયમર્યાદા 29 એપ્રિલના રોજ સમાપ્ત થશે જેના માટે ફક્ત 24 કલાક બાકી છે. આવી સ્થિતિમાં હજારો પાકિસ્તાનીઓને કેવી રીતે પાછા મોકલવામાં આવશે? જોકે જો કોઈ પાકિસ્તાની સમયમર્યાદા પછી ભારતમાં રહે છે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

અત્યાર સુધીમાં કેટલા નાગરિકો પાછા ફર્યા છે?

સરકારના આદેશ પછી અટારી-વાઘા આંતરરાષ્ટ્રીય સરહદથી પાકિસ્તાન અને ભારત પરત ફરેલા લોકોમાં 24 એપ્રિલના રોજ 28 નાગરિકો પોતાના દેશ પરત ફર્યા હતા જ્યારે 105 ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા હતા. 25 એપ્રિલે 191 કિસ્તાની નાગરિકો અને 287 ભારતીય નાગરિકો પાછા ફર્યા, 36 એપ્રિલે 75 પાકિસ્તાની નાગરિકો અને 335 ભારતીય નાગરિકો પાછા ફર્યા. સાર્ક વિઝા ધારકો માટે ભારત છોડવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ હતી. મેડિકલ વિઝા ધરાવતા લોકો માટે છેલ્લી તારીખ 29 એપ્રિલ છે.

શું તમે જાણો છો શું છે શિમલા કરાર શું ?, જાણો ભારત પર તેની શું અસર પડશે : અહીં ક્લિક કરો

દિલ્હીમાં સૌથી વધુ પાકિસ્તાનીઓ

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ દિલ્હીમાં રહેતા લગભગ 5,000 પાકિસ્તાની નાગરિકોની યાદી દિલ્હી પોલીસને સોંપી છે જેથી તેમના ઘરે પાછા ફરવાની ખાતરી કરી શકાય. આ ઉપરાંત જો આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રિપોર્ટ મુજબ અહીં 1800થી વધુ પાકિસ્તાની નાગરિકો છે, મુંબઈમાં લગભગ 2 હજાર અને ઉત્તરાખંડમાં 250 છે. રાજ્ય સરકારના આદેશ બાદ તપાસ તેજ કરવામાં આવી છે અને આ પાકિસ્તાનીઓને ઓળખી કાઢવામાં આવી રહ્યા છે અને તેમને પાછા મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો : શું સારવાર કે શિક્ષણ માટે આવેલા પાકિસ્તાનીઓને પણ ભારત છોડવું પડશે? જાણો તમામ સવાલોના જવાબ

ભારત સરકારની સમયમર્યાદા પૂર્ણ થયા પછી ભારતમાં રહેતા પાકિસ્તાનીઓનું રોકાણ ગેરકાયદેસર ગણવામાં આવશે. તેથી એ પણ સ્પષ્ટ છે કે જો કોઈ પાકિસ્તાની સમયમર્યાદા પછી પણ ભારતમાં જોવા મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

india short term visa Attari Wagah Border Pahalgam Terror Attack

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ