ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / P. Chidambaram mocks govt on 5% GDP growth

અર્થ વ્યવસ્થા / ચિદમ્બરમે કસ્ટડી દરમ્યાન અર્થતંત્ર પર એવો ઈશારો કર્યો કે મોદી સરકારને લાગશે ઝટકો

Published By: vtvAdmin

Last Updated: 11:56 PM, 3 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે (P Chidambaram)  જીડીપી (GDP) ના ઘટાડા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Govt) પર નિશાન સાધ્યું હતું. આપને જણાવી દઇએ કે, દેશનો જીડીપી ગ્રોથ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકા સુધી ધીમો પડી ગયો છે. એક વર્ષ પહેલાં, વિકાસ દર સમાન ક્વાર્ટરમાં આઠ ટકા હતો.

ADVERTISEMENT

GDP ના ઘટાડા અંગે કર્યો ઇશારો

સરકારના આંકડા અનુસાર જીડીપી દર પ્રથમ ક્વાર્ટરમાં 5.8 ટકાથી ઘટીને 5 ટકા પહોંચી ગયો છે. જે 6 વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર હતું. જ્યારે પી ચિદમ્બરમ (P Chidambaram)  કોર્ટ રૂમમાંથી બહાર નીકળ્યા હતા, ત્યારે પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે તેમની સીબીઆઈ કસ્ટડી વિશે તમારે શું કહેવું છે, ત્યારે પૂર્વ નાણાં પ્રધાને કહ્યું, "પાંચ ટકા." શું તમે જાણો છો 5 ટકા શું છે? પાંચેય આંગળીઓ બતાવવા પણ તેમણે પોતાના હાથ ઉંચા કર્યા. ત્યારબાદ સીબીઆઈએ તેને કસ્ટડીમાં લીધા હતા. કોંગ્રેસે પણ તેના ટ્વિટર હેન્ડલથી તેનો વીડિયો શેર કર્યો છે.

અર્થતંત્ર ઊંડી મંદી તરફ જઈ રહ્યું છે :  ડો. મનમોહનસિંહ

નોંધનીય છે કે, આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહે(Manmohan Singh) પણ દેશની ઘટતી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીડીપીના 5% બતાવે છે કે અર્થતંત્ર ઊંડી મંદી તરફ જઈ રહ્યું છે. 

તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં ઝડપથી વિકાસની સંભાવના છે, પરંતુ મોદી સરકારના ગેરવહીવટને કારણે મંદી આવી છે. તેમણે કહ્યું કે તે પરેશાન કરે છે કે ઉત્પાદન ક્ષેત્રમાં વિકાસ દર 0.6 ટકાના સ્તરે છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે આપણી અર્થવ્યવસ્થા હજી પણ નોટબંધી અને ઉતાવળમાં લાગુ કરવામાં આવેલ GST થી બહાર આવી શકી નથી. 

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રીની કરાઇ છે ધરપકડ

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ હવે ગુરુવારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના આઈએનએક્સ મીડિયા કેસ(INX Media Case) મામલે સુનાવણી કરશે. ત્યાં સુધી સ્થિતિ યથાવત્ રહેશે. હાલમાં પી.ચિદમ્બરમ ગુરુવાર સુધી એટલે કે 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે. કોર્ટમાં સીબીઆઈ વતી દલીલ કરી રહેલા S.G તુષાર મહેતાએ કહ્યું હતું કે પી.ચિદમ્બરમ જેલમાં જવાની ઇચ્છા નથી, પરંતુ કાયદો તેનું કામ કરશે.

એનએક્સ મીડિયા કેસમાં પી.ચિદમ્બરમના વચગાળાના જામીન પર મહેતાએ વધુમાં કહ્યું હતું કે આ અરજી સુનાવણી યોગ્ય નથી છે. આ અંગે ચિદમ્બરમ વતી કોર્ટમાં દલીલ કરી રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે, જો તે બન્યું હોત તો કોર્ટે તેને ફગાવી દીધી હોત.

સંકળાયેલા મુદ્દાઓ

GDP GDP Rate Manmohan Singh P. Chidambaram ગુજરાતી ન્યૂઝ indian Economics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ