બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Our family shock Arbaaz Khan first statement after attack Salman Khan house
Ajit Jadeja
Last Updated: 11:57 PM, 15 April 2024
Salman Khan: સલમાન ખાનના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી તેના ચાહકો ચિંતિત છે. આ ઘટનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ગુરગાઓ સામેલ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દરેક લોકો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ સલમાનના ચાહકો અને સેલેબ્સે સલમાન ખાન વિશે ચિંતા વ્યક્ત કરી હતી, જો કે આ ઘટનાને લઈને ઘણા સાચા અને ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે, જેના પર સલમાન ખાનના ભાઈ અરબાઝે એક નિવેદન જાહેર કર્યું છે. નોધનીય છે કે રવિવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. સૂત્રોનું કહેવું છે કે સલમાન ફાયરિંગની ઘટના પર ધ્યાન નથી આપવા માંગતા કારણ કે તેમને લાગે છે કે હુમલાખોરનો હેતુ એક્ટરને શાંતીથી ઘરે બેસાડવાનો હતો.
ADVERTISEMENT
અરબાઝ ખાને ઘરની બહાર ફાયરિંગ પર એક લાંબી નોટ લખી છે, જે તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, 'મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કર્યો, જેના કારણે અમારો પરિવાર ખૂબ જ પરેશાન છે. આ ઘટનાથી પરિવાર આઘાતમાં છે. કમનસીબે કેટલાક લોકો પરિવારની નજીક હોવાનો દાવો કરી રહ્યા છે અને પ્રવક્તા બનીને મીડિયા સમક્ષ બેજવાબદાર નિવેદનો આપી રહ્યા છે.
ADVERTISEMENT
અરબાઝ ખાને નિવેદનમાં આગળ લખ્યું, 'તેઓ કહી રહ્યા છે કે આ બધો પબ્લિસિટી સ્ટંટ હતો અને તેનાથી પરિવાર પર કોઈ અસર થઈ નથી, જે બિલકુલ યોગ્ય નથી. આવા નિવેદનોને ગંભીરતાથી ન લો. સલીમ ખાનના પરિવારના કોઈ સભ્યએ મીડિયા સમક્ષ જઈને આ ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હાલ પરિવાર પોલીસને ઘટનાની તપાસમાં સહકાર આપી રહ્યો છે. અમને મુંબઈ પોલીસ પર વિશ્વાસ છે. અમને ખાતરી આપવામાં આવી છે કે તેઓ પરિવારની સુરક્ષા માટે બધું જ કરશે. તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર.' તમને જણાવી દઈએ કે 'બ્લેક ડીયર કેસ'ના કારણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનથી નારાજ છે અને પોતાને બિશ્નોઈ સમુદાયનો પ્રતિનિધિ માને છે. ગેંગસ્ટર ઈચ્છે છે કે સલમાન ખાન બિશ્નોઈ સમુદાયની માફી માંગે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.