બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ! લોકો ભાગ્યા, બિલ્ડિંગો ધરાશાયી, વીડિયોમાં જુઓ ભયાનક દ્રશ્યો
Last Updated: 11:43 AM, 11 August 2026
કોલંબિયામાં સોમવારના રોજ 7.4ની તીવ્રતાનો એક ભયાનક ભૂકંપ આવ્યો, જેનાથી દેશનો મોટો ભાગ હચમચી ઉઠ્યો. 21મી સદીમાં દક્ષિણ અમેરિકાના આ દેશમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.
ADVERTISEMENT
ભૂકંપને કારણે અનેક શહેરોમાં ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 132 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આશરે 570 લોકો ઘાયલ થયા છે. બચાવ ટુકડીઓ અને સ્થાનિક રહેવાસીઓ કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
Colombia rescuers DIG OUT MONTHS-OLD BABY from BUILDING RUBBLE after 7.4 earthquake https://t.co/bo29pen6PM pic.twitter.com/vW1xXlt0Wj
— RT (@RT_com) August 10, 2026
ADVERTISEMENT
વીડિયોમાં ઈમારતો થઇ ધરાશાયી
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં પેરેઇરામાં ચાર માળની ઈમારત ધરાશાયી થતી જોવા મળી હતી. મનિઝાલેસમાં, નિયો-ગોથિક કેથેડ્રલનો બાજુનો ટાવર પડી ગયો, જેનાથી રસ્તાઓ પર કાટમાળ ફેલાઈ ગયો.
ADVERTISEMENT
JUST IN: At least 111 killed, 87 injured after 7.4 M earthquake in Colombia; 1,575 homes damaged — President de la Espriella pic.twitter.com/xgf8bgdPgj
— Rapid Report (@RapidReport2025) August 10, 2026
ટીવીના એક વીડિયોમાં, લોકોએ કાટમાળમાંથી ધૂળ અને કાટમાળથી લથપથ એક બાળકને બહાર કાઢ્યું. કાલી શહેરમાં પાંચ માળની ઇમારતની નીચેથી છ મહિનાની બાળકી અને તેની માતાને બચાવી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
🚨🇨🇴BREAKING: Apocalyptic scenes in Colombia as the Cathedral in Manizales collapses under the force of the earthquake.
— Mario ZNA (@MarioBojic) August 10, 2026
People watch in fear and disbelief as the towers of one of Colombia’s oldest Christian cathedrals come crashing down.
Pray for Colombia.…
આ દરમિયાન, એક હોસ્પિટલમાં બચાવકર્મીઓને દોરડાંની મદદથી બારીઓ વાટે દર્દીઓને બહાર કાઢતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
💔🇨🇴Can't imagine what this pregnant woman went through when the 7.4 magnitude earthquake struck Colombia
— pradhyumn sharma (@pradhyu78651514) August 11, 2026
Atleast 140 people has been killed and hundreds are missing💔🇨🇴
Pray for Colombia🇨🇴#colombia #viral #breaking #earthquake pic.twitter.com/bQtesAgL18
ભૂકંપ બાદ 21 ઝટકા થયા અનુભવ
ADVERTISEMENT
કોલંબિયન જીઓલોજિકલ સર્વિસે આફ્ટરશોક્સઅંગે ચેતવણી જારી કરી છે. ભૂકંપ બાદ 21 આંચકા અનુભવાયા હતા. પ્રમુખ અબેલાર્ડો ડી લા એસ્પ્રીએલાએ જણાવ્યું હતું કે ભૂકંપ અને ત્યારબાદના આંચકાઓને કારણે ઓછામાં ઓછા 1,575 ઘર, 18 આરોગ્ય કેન્દ્રો અને ૫૨ શાળાઓને નુકસાન થયું હતું. ઓછામાં ઓછી 61 ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.
💔🇨🇴Can't imagine what this pregnant woman went through when the 7.4 magnitude earthquake struck Colombia
— pradhyumn sharma (@pradhyu78651514) August 11, 2026
Atleast 140 people has been killed and hundreds are missing💔🇨🇴
Pray for Colombia🇨🇴#colombia #viral #breaking #earthquake pic.twitter.com/bQtesAgL18
રાહત કામગીરી માટે ભંડોળ ઝડપથી મુક્ત થાય તે સુનિશ્ચિત કરવા તેમણે કટોકટી જાહેર કરી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સરકાર લોકોને નિરાધાર નહીં છોડે અને સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવશે.
Omg, Very Powerful 7.4-magnitude earthquake struck Manizales, Colombia 🇨🇴
— Muhammad Farooq (@mfarooqbukhsh) August 11, 2026
Prayers 🙏 #colombia #Earthquake pic.twitter.com/wjaiwNs4OG
ભૂકંપનું કેન્દ્રબિંદુ પેસિફિક ક્ષેત્રની નજીક હતું, જે 'રિંગ ઓફ ફાયર' પર આવેલું છે. કોલંબિયાના સૌથી ગરીબ અને ગીચ જંગલો ધરાવતા વિસ્તારોમાંના એક એવા 'ચોકો' ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ હતી. ત્યાંના મોટાભાગના સ્થળોએ માત્ર હોડી કે વિમાન દ્વારા જ પહોંચી શકાતું હોવાથી, નુકસાનની માત્રાનો સચોટ અંદાજ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.