બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો માટે મોકો, 24 માર્ચે ખુલી રહ્યો છે નવો IPO, જાણો ડીટેલ

બિઝનેસ / રોકાણકારો માટે મોકો, 24 માર્ચે ખુલી રહ્યો છે નવો IPO, જાણો ડીટેલ

Nirav Kumar

Last Updated: 07:02 PM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી નવા અઠવાડિયાથી એક IPO લોન્ચ થવા જઈ રહ્યો છે. જેમાં બેન્ડ પ્રાઈઝ 375 થી 395 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

જો તમે IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો Powerica નો IPO એક સારો મોકો બની શકે છે. કંપનીનો 1100 કરોડ રૂપિયાનો IPO 24 માર્ચથી 27 માર્ચ 2026 સુધી ખુલ્લો થશે. જ્યારે એન્કર રોકાણકારો માટે બોલી લગાવવાની શરૂઆત 23 માર્ચ 2026 થી થશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 375 થી 395 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. મતલબ કે રોકાણકારોએ આ રેન્જમાં બોલી લગાવવી પડશે. આ IPO બે ભાગમાં વહેંચાયેલો છે. જેમાં 700 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 400 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) જેમાં પ્રમોટર્સ તેમનો હિસ્સો વેચશે. ચાલો તેના વિશે ડીટેલમાં જાણીએ.

  • 37 શેરનો એક લોટ

જો તમે આમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારે ઓછામાં ઓછો એક લોટ 37 શેર ખરીદવાની જરૂર પડશે. મતલબ જે, મીનીમમ રોકાણ 14,615ની આસપાસ હશે. IPOનો 50% હિસ્સો QIB (મોટા રોકાણકારો), 35% રિટેલ રોકાણકારો અને NII (નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ) માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.

  • ફંડનો ઉપયોગ ક્યાં થશે?

કંપની આ IPOમાંથી ભેગા કરાયેલા ફંડનો ઉપયોગ તેના દેવાની ચુકવણી અને વ્યવસાય વિસ્તરણ જેવા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે. લિસ્ટિંગ બાદ તે કંપનીને તેના બ્રાન્ડ વેલ્યુને વધારવામાં અને નવા રોકાણકારોને આકર્ષવામાં પણ મદદ કરશે.

vtv app promotion
  • કંપનીનો વ્યવસાય શું?

જો આ કંપનીના વ્યવસાયની વાત કરીએ તો પાવરિકા પાવર ક્ષેત્રની એક જાણીતી કંપની છે, જે ડીઝલ જનરેટર સેટ અને પાવર સોલ્યુશન્સ આપે છે. તે કમિન્સ ઇન્ડિયાની ઓથેન્ટિક ઉત્પાદન પાર્ટનર પણ છે અને છેલ્લા 40 વર્ષથી આ કંપની સાથે કામ કરી રહી છે. પાવરિકાના જનરેટર 7.5 kVA થી 10,000 kVA સુધીની ક્ષમતા ધરાવે છે અને નાનાથી મોટા ઔદ્યોગિક એપ્લિકેશનો માટે ઉપયોગમાં લેવાય છે.

વધુ વાંચો : 973 % વળતર, 2 ટુકડામાં વિભાજીત થયો આ શેર, રેકોર્ડ ડેટ એપ્રિલના પહેલા અઠવાડિયામાં

  • IPO ની ટાઇમલાઇન

IPO સમયરેખા પણ મહત્વની છે. જેમાં એલોટમેન્ટ 30 માર્ચ 2026 ના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જ્યારે રિફંડ અને શેર 1 એપ્રિલ 2026 ના રોજ ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. પાવરિકા IPO લાંબા ગાળા માટે પાવર સેક્ટરમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે સારો મોકો હોઈ શકે છે. પરંતુ રોકાણ કરતા પહેલા કંપનીના બેઝિક સિદ્ધાંતો અને માર્કેટના જોખમોને સમજવા જરૂરી છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cummins India IPO Launch Powerica IPO
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ