બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું દરેક વ્યક્તિ ઓપન કરાવી શકે છે જન ધન બેંક એકાઉન્ટ? જાણો યોગ્યતા સાથે ફાયદા

તમારા કામનું / શું દરેક વ્યક્તિ ઓપન કરાવી શકે છે જન ધન બેંક એકાઉન્ટ? જાણો યોગ્યતા સાથે ફાયદા

Last Updated: 01:07 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ લોકકલ્યાણને લગતી યોજના અમલમાં મુકાય છે. ત્યારે તેમાં વર્ષ 2014માં પ્રધાનમંત્રી જન ધન યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ શહેરથી લઈને ગ્રામીણ વિસ્તારના લાયકાત ધરાવતા લોકોના બેંકખાતા વિવિધ બેંકમાં ખોલવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત હવે નવા બેંકએકાઉન્ટ કઈ રીતે ઓપન કરવા, તેની લાયકાત અને પ્રક્રિયા શું છે તે અંગે જાણીશું. જો તમે જનધન ખાતું ખોલાવવા માગતા હોય તો તો શું તમે ખાતું ખોલાવવાની યોગ્યતા ધરાવો છો કે કેમ ? કારણ કે દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકતી નથી તથા આમાં જોડાવવાથી કયા પ્રકારના ફાયદા મળે છે.

PM-JandhanYojna-1

દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકતી નથી

કોઈ સરકારી નોકરી ધરાવતા વ્યક્તિ એટલે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં હોય તો તે વ્યક્તિ, સરકારી નોકરીમાંથી રિટાયર્ડ હોય તેવા લોકો, જો તમે ટેક્સ ભરો છો અથવા તમે આર્થિક રીતે સધ્ધર છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી.

લાયકાત અને લાભ

જેની ઉંમર 10 વર્ષથી વધુ છે તેઓ જન ધન ખાતું ખોલાવી શકે છે, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વીમાનો લાભ ફક્ત 18થી 59 વર્ષની વચ્ચેની વયના લોકોને મળે છે. આ ખાતાધારકોને એક લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો અને મરણ થતાં 30 હજાર રૂપિયાનો જીવન વીમાનો લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો : UPIમાં 31 જુલાઇ સુધી બેલેન્સ ચેક કરવું આસાન, પછી બદલાઈ જશે ઘણા નિયમ

જનધન ખાતું ખોલવાની પ્રક્રિયા

1 જો તમે આ ખાતું ખોલાવવા લાયકાત ધરાવો છો તો તમારે નજીકની બેંકમાં જવાનું છે. ત્યાં જઈને તમારે સંબધિત કર્મચારી પાસેથી જન ધન ખાતું ખોલાવવાનું ફોર્મ લેવું. આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો ભરી દેવી.

2 આ ભરેલા ફોર્મની સાથે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ અટેચ કરવાની છે. જેમાં તમે આધાર કાર્ડ અને એડ્રેસપ્રૂફ માટેની કોઈ પણ ઝેરોક્ષ લગાવી શકો છો.

ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જરૂર સાથે રાખવા કારણ કે સંબંધિત કર્મચારી આ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ જોયા બાદ તમારું ફોર્મ સ્વીકારશે. ત્યારબાદ તમારું જન ધન ખાતું ખૂલી જશે.

app promo2

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Open0BalanceAccount PM Jandhan Yojna Government Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ