બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ટેક અને ઓટો / online scam part time job fraud whatsapp message cyber crime

સાવચેતી / શું તમને પણ આવ્યો છે પાર્ટ ટાઈમ જોબનો મેસેજ? તો એલર્ટ, નહીંતર બેંક એકાઉન્ટ થઇ જશે તળિયા ઝાટક

Bijal Vyas

Last Updated: 02:22 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ દ્વારા પાર્ટ-ટાઈમ જોબ ઓફર કરીને છેતરપિંડીના કેસ વધી રહ્યાં છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકોને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

  • આ સ્કેમમાં મહિલાઓ અને બેરોજગારોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે
  • જો તમે વોટ્સએપ ડીપીને સાર્વજનિક કરી દીધું હોય તો તેની પ્રાઈવસી બદલી લેજો
  • દરરોજ 2,500 થી 3,000 રૂપિયા કમાવવાની આપે છે લાલચ 

શું તમને પાર્ટ-ટાઈમ જોબ ઓફર કરવાનો દાવો કરતો કોઈ WhatsApp મેસેજ મળ્યો છે? આ પ્રશ્નનો જવાબ ગમે તે હોય, તમારે સાવચેત રહેવાની જરૂર છે. આજકાલ આવા મેસેજ ખૂબ જ ઝડપથી મોકલવામાં આવે છે. આ સંદેશાઓમાં, લોકોને તેમની ઉંમર પૂછવામાં આવે છે, પછી તે પ્રમાણે તેઓ ગોળગોળ વાતોમાં ફસાવવામાં આવે છે.

આ સ્કેમમાં મહિલાઓ અને બેરોજગારોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ, મીશો કે અન્ય કોઈ એપના બહાને આવા મેસેજ મોકલીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે યુઝર્સને લિંક લાઈક કરવા અથવા પેજને ફોલો કરવાનું કહેવામાં આવે છે. તેના બદલામાં પૈસા આપવાની ઓફર આપવામાં આવે છે.

WhatsApp અપડેટઃ હવે યુઝર્સને ચેટ પર વધુ નિયંત્રણ મળશે. આ સિવાય વોટ્સએપ પર  ગાયબ થઈ રહેલા મેસેજ ફીચરનો સમયગાળો બદલાશે / WhatsApp new features WhatsApp  disappering ...

લિંક લાઇક કરવાના બદલે મોટી કમાણીની લાલચ 
એક જાણીતી ટીવી ચેનલની ટીમના બે લોકોને પણ આવો જ વોટ્સએપ મેસેજ મળ્યો હતો. જેમાં ઈન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાને બદલે પૈસા આપવાનું કહેવામાં આવ્યું હતું. ઓફર કરનારે દાવો કર્યો છે કે આ રીતે દરરોજ 2,500 થી 3,000 રૂપિયા કમાઈ શકાય છે. જોકે અમને આ સ્કેમ વિશે પહેલેથી જ ખબર હતી, તેથી કોઈ નુકસાન થયું નથી. પરંતુ તમારે આવા સંદેશાઓ ટાળવાની જરૂર છે.

ભૂલથી પણ ક્લિક ના કરો આ લિંક 
આ સ્કેમમાં તમને ઘણી લિંક્સ મોકલવામાં આવશે. ભૂલથી પણ તેના પર ક્લિક ન કરો. નોંધનીય બાબત એ છે કે, છેતરપિંડી કરનારાઓ મેસેજની પેટર્ન બદલી શકે છે, પરંતુ તમારે અજાણ્યા નંબરથી આવતી લિંક પર ક્લિક ન કરવું જોઈએ. મહત્વની વાત તો એ છે કે આ દુનિયામાં કંઈ પણ મફતમાં મળતું નથી, આ સ્કેમને બદલે તમારું આખું બેંક ખાતું ખાલી થઈ શકે છે.

શું તમારું Whatsapp કોઇ અન્ય તો યુઝ નથી કરી રહ્યું ને? નહીં તો મુકાઇ જશો  મુશ્કેલીમાં, આ રીતે કરો ચેક someone using your whatsapp hack tips and  tricks how to check

છોકરી બનીને કરવામાં આવી રહ્યો છે સ્કેમ 
એવા પણ  કિસ્સાઓ છે જેમાં સ્કેમર્સ છોકરીઓના બનીને વાત કરે  છે. તેના પ્રોફાઈલ ફોટોમાં છોકરીઓની તસવીર રાખે છે. સ્વાભાવિક છે કે, આ ફોટા નકલી છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ જાહેર કરીને છેતરપિંડી કરશે નહીં. આવી સ્થિતિમાં, જો તમે તમારા વોટ્સએપ ડીપીને સાર્વજનિક કરી દીધું હોય તો તેની પ્રાઈવસી બદલી લેજો. નહિંતર, આ પદ્ધતિ તમારા ફોટોની ચોરી કરીને પણ છેતરપિંડી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ