બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:15 AM, 22 August 2025
જો તમે ઇન્ટરનેટ અથવા મોબાઇલ બેંકિંગ દ્વારા પૈસા મોકલો છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. દેશની ઘણી મોટી બેંકોએ હવે તાત્કાલિક ચુકવણી સેવા એટલે કે IMPS પર ચાર્જ લાદવાનો નિર્ણય લીધો છે. IMPS વ્યવહારો કરતી આ બેંકોના ગ્રાહકોએ હવે નિશ્ચિત મર્યાદા અનુસાર ફી ચૂકવવી પડશે. પહેલા મોટાભાગની બેંકો આ સુવિધા સંપૂર્ણપણે મફત પૂરી પાડતી હતી. દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, SBI એ રિટેલ ગ્રાહકો માટે તેના IMPS ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફારની જાહેરાત કરી છે. નવા ફેરફારો 15 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે.
ADVERTISEMENT
SBI ના નવા ચાર્જ
૫,૦૦૦ રૂપિયા સુધી - કોઈ શુલ્ક નહીં
ADVERTISEMENT
૨૫,૦૦૦ થી ૧ લાખ રૂપિયા - ૨ રૂપિયા + GST
૧ લાખ થી ૨ લાખ રૂપિયા – ૬ રૂપિયા + જીએસટી
ADVERTISEMENT
૨ લાખ રૂપિયાથી ૫ લાખ રૂપિયા - ૧૦ રૂપિયા + જીએસટી
કેનેરા બેંકના નવા ચાર્જ
ADVERTISEMENT
૧,૦૦૦ રૂપિયા સુધી: કોઈ શુલ્ક નહીં
રૂ 1,000 - રૂ 10,000: રૂ 3 + GST
ADVERTISEMENT
રૂ. 10,000 – રૂ. 25,000: રૂ 5 + GST
રૂ. 25,000 - રૂ. 1,00,000: રૂ 8 + GST
ADVERTISEMENT
રૂ 1,00,000 – રૂ 2,00,000: રૂ 15 + GST
રૂ 2,00,000 - રૂ 5,00,000: રૂ 20 + GST
પંજાબ નેશનલ બેંકના નવા ચાર્જ
૧,૦૦૦ રૂપિયા સુધી: કોઈ શુલ્ક નહીં
૧,૦૦૧ થી ૧,૦૦,૦૦૦ રૂપિયા: શાખા તરફથી: ૬ રૂપિયા + GST, ઓનલાઈન: ૫ રૂપિયા + GST
૧,૦૦,૦૦૦ થી વધુ: શાખા તરફથી: ૧૨ રૂપિયા + GST, ઓનલાઈન: ૧૦ રૂપિયા + GST
HDFC બેંકના નવા શુલ્ક (1 ઓગસ્ટ 2025 થી અમલમાં)
૧,૦૦૦ રૂપિયા સુધી: સામાન્ય ગ્રાહકો: ૨.૫૦ રૂપિયા, વરિષ્ઠ નાગરિકો: ૨.૨૫ રૂપિયા
૧,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ રૂપિયા: સામાન્ય ગ્રાહકો: ૫ રૂપિયા, વરિષ્ઠ નાગરિકો: ૪.૫૦ રૂપિયા
૧,૦૦,૦૦૦ થી વધુ: સામાન્ય ગ્રાહકો: ૧૫ રૂપિયા, વરિષ્ઠ નાગરિકો: ૧૩.૫૦ રૂપિયા
HDFC બેંક ગોલ્ડ અને પ્લેટિનમ ખાતાધારકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
વધુમાં વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ દેશમાં મફત ભણતરની સાથે મળશે અનેક સુવિધા
IMPS શું છે?
તમને જણાવી દઈએ કે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ એટલે કે IMPS એક રીઅલ ટાઇમ પેમેન્ટ સર્વિસ છે. આ સર્વિસ 24 કલાક ઉપલબ્ધ છે. તે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત છે. આ સર્વિસ દ્વારા ગ્રાહકો ગમે ત્યારે તાત્કાલિક પૈસા મોકલી અને પ્રાપ્ત કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.