બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Once there was no money for his sister's marriage, but today Kapil Sharma has become a comedy king

મનોરંજન / એક સમયે બહેનના લગ્ન માટે પૈસા નહતા પણ આજે કોમેડી કિંગ બની ગયો છે કપિલ શર્મા, આટલા કરોડની સંપતિનો છે માલિક

Megha

Last Updated: 12:44 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલને આજે કોમેડી કિંગ કહેવામાં આવે છે પણ એક સમય એવો હતો જ્યારે કપિલ પાસે તેની બહેનના લગ્ન કરાવવાના પણ પૈસા નહતા. જાણો કેવો રહ્યો આજ સુધીનો એમનો સફર

  • આજે કરોડોની સંપત્તિનો માલિક છે કપિલ 
  • એક સમયે કપિલ પાસે બહેનના લગ્ન કરાવવા માટે પણ પૈસા નહતા 
  • જાણો કપિલ શર્માની નેટવર્થ 

કોમેડી કિંગ કપિલ શર્માનો શો આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે. ધ કપિલ શર્મા શોની રાહ લગભગ દેશના દરેક લોકો જોતાં હશે. કપિલને આજે કોમેડીનો કિંગ કહેવામાં આવે છે અને તેના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. ઘર ઘરમાં કપિલ ઓળખીતો બન્યો છે પણ એક સમય એવો હતો જ્યારે કપિલ પાસે તેની બહેનના લગ્ન કરાવવાના પણ પૈસા નહતા. 

આજે કરોડોની સંપત્તિનો માલિક છે કપિલ 
કપિલ શર્માએ પોતાના જીવનમાં એક મોટો મુકામ મેળવી લીધો છે. કપિલ આજે એવું જીવન જીવે છે જેના વિશે તેને વિચાર્યું પણ નહતું. મોંઘી કારથી લઈને આલીશાન ઘરો સુધી કપિલ કરોડોની સંપત્તિનો માલિક છે. પરંતુ શું તમે જાણો છો કે કપિલે અહિયાં સુધી પહોંચવા પહેલા ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક સમય એવો હતો જ્યારે કપિલની આર્થિક સ્થિતિ જરા પણ સારી નહતી પણ હાર માન્યા વિના તેને મહેનત કરીને પોતાનું નામ બનાવ્યું છે. 

કપિલ પાસે બહેનના લગ્ન કરાવવા માટે પણ પૈસા નહતા 
કપિલ શર્મા એ એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે એક સમયે તેની પાસે પૈસાની ખૂબ જ તંગી હતી. આર્થિક તંગીના કારણે તે તેની બહેનના લગ્ન પણ કરાવી શક્યો ન હતો. કપિલે કહ્યું હતું કે તેને તેની બહેનના લગ્ન માટે પૈસાની સાથે સાથે એક રિંગની પણ જરૂર હતી  પરંતુ તેની પાસે એ સમયે રિંગ ખરીદવાના પણ પૈસા નહતા. 

એમને જણાવ્યું હતું કે, '2007માં મારી બહેનના લગ્ન નક્કી થયા હતા અને તેના સાસુ ઈચ્છતા હતા કે અમે એક સારી રિંગ સેરેમનીનું આયોજન કરી. અમારી પાસે લગભગ 6 લાખ રૂપિયાનું સેવિંગ્સ હતું તેમાંથી 3.5 લાખ રૂપિયા તેના પિતાની બીમારી પાછળ ખર્ચાઈ ગયા હતા અને બાકી બચેલ 2.5 લાખમાં લગ્ન કરવા ઘણા મુશ્કેલ હતા. આ ઘટના પછી જ મેં મુંબઈ આવવાનો નિર્ણય લીધો હતો. મારા નસીબ સારા હતા અને હું ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જનો વિજેતા બન્યો બની ગયો હતો. ઈનામમાં મને 10 લાખ રૂપિયા મળ્યા હતા અને તે પછી મેં મુંબઈમાં ઘણા શો કર્યા હતા અને 30 લાખ રૂપિયા કમાયા અને પછી એ પૈસાથી બહેના લગ્ન કર્યા હતા.'

કપિલ શર્માની નેટવર્થ 
કપિલ આજે સ્ટાર બની ગયા છે અને ઘણા ટીવી શો અને ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કરીને ખૂબ પૈસા કમાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલ કપિલ શર્માની કુલ સંપત્તિ 35 મિલિયન ડોલર  એટલે કે 276 કરોડ રૂપિયા જેટલી છે. રિપોર્ટ અનુસાર એપિસોડ માટે કપિલ એક એપિસોડ માટે 70 થી 80 લાખ રૂપિયા ચાર્જ કરે છે અને એક એડ માટે 1 કરોડ રૂપિયા ફી લે છે. આ સિવાય કપિલ શર્મા પાસે Mercedes – Benz  અને  Volvo XC 90 જેવી લક્ઝરી કાર પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ