બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / on Deepika padukone birthday know everything about her career, earnings, movies
ADVERTISEMENT
ફિલ્મ ઈંડસ્ટ્રીની એક એવી એક્ટ્રેસ છે જેની પહેલી બોલીવુડ ફિલ્મે જ તેની કિસ્મત ચમકાવી દીધી હતી અને આજે તે પોતાના પતિથી વધારે સંપત્તિ પર રાજ કરે છે. આપણે વાત કરી રહ્યાં છીએ દીપિકા પાદુકોણ...એક્ટ્રેસે છેલ્લાં 17 વર્ષોમાં પોતાના કામથી જોરદાર કમાણી કરી છે પછી તે સંપત્તિરૂપી હોય કે પછી લોકોનાં પ્રેમરૂપી.. 37 વર્ષીય દીપિકા પાદુકોણનો જન્મદિવસ 5 જાન્યુઆરીનાં આવે છે. આ ખાસ દિવસને ધ્યાનમાં રાખીને ચાલો આપણે જાણીએ કે કેવી રીતે આ એક્ટ્રેસ રાતોરાત સુપરસ્ટાર બની ગઈ!

ADVERTISEMENT
દીપિકા પાદુકોણ એક્ટ્રેસ બનવા પહેલાં મોડલિંગ કરતી હતી. એ દરમિયાન તેમણે અનેક જાહેરાતોમાં પણ કામ આપ્યું છે. સૌને લાગતું હતું કે દીપિકાએ 'ઓમ શાંતિ ઓમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી છે પણ એવું નથી તેમણે સૌથી પહેલાં સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કામ કર્યું હતું.
વાંચવા જેવું: TMKOCની જૂની સોનુ જલ્દી જ કરશે લગ્ન! ઝીલ મહેતાને બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ, રોમૅંટિક અંદાજ જોઈ ફેન્સ પણ થઈ ગયા ખુશ
ADVERTISEMENT
એક્ટ્રેસે વર્ષ 2006માં કન્નડ ફિલ્મ 'એશ્વર્યા'થી પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. તેમાં તેણે સુપરસ્ટાર ઉપેંદ્રની સાથે સ્ક્રીન શેર કરી હતી. જોકે દીપિકાને સૌથી વધુ પોપ્યુલારિટી 'ઓમ શાંતિ ઓમ'થી મળી છે. વર્ષ 2007માં દીપિકાએ શાહરૂખ ખાન સાથે આ ફિલ્મમાં કામ કરીને બોલિવૂડમાં પગ મૂક્યો હતો. સિલ્વર સ્ક્રીન પર બંનેની કેમેસ્ટ્રી લોકોને ખુબ ગમી ગઈ હતી. આ મૂવી રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી. ફિલ્મની સફળતાને લીધે દીપિકા સુપરસ્ટાર બની ગઈ અને આ બાદ તેને ઓફર્સ આવવા લાગી.

ADVERTISEMENT
દીપિકા પાદુકોણ બોલીવુડની HIGHEST PAID ACTRESS માંની એક છે. તે ફિલ્મમેકર્સની પહેલી પસંદ બની ગઈ છે. શું તમને ખબર છે દીપિકા એક ફિલ્મ કરવા માટે 15-16 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

ADVERTISEMENT
આજે દીપિકા પાદુકોણ પોતાના પતિ રણવીર સિંહથી બેગણી સંપત્તિની માલકીન છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર એક્ટ્રેસની નેટવર્થ 497 કરોડ રૂપિયા છે જ્યારે રણવીરની નેટવર્થ માત્ર 245 કરોડ રૂપિયા છે. આ રીતે સંપત્તિનાં મામલામાં દીપિકા રણવીરને માત આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.