બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / TMKOC's old Sonu will get married soon! Jheel Mehta's boyfriend proposed, see video
Megha
Last Updated: 08:43 AM, 4 January 2024
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો ત્યારે સોનુની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી ઝિલ મહેતા માટે નવું વર્ષ ખૂબ જ ખાસ હતું. અભિનેત્રીએ સગાઈ કરી લીધી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે તેના બોયફ્રેન્ડ આદિત્યએ તેને અલગ રીતે પ્રપોઝ કર્યું હતું જે બાદ ઝીલે તેને હા પાડી હતી. આ દરમિયાન ઝિલ એકદમ ભાવુક દેખાઈ રહી હતી. કપલનો આ ક્યૂટ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ઝિલ મહેતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં જોઈ શકાય છે કે ઝિલના મિત્રો તેને ટેરેસ પર લઈ જાય છે, જ્યાં તેના બોયફ્રેન્ડ આદિત્યએ તેને પ્રપોઝ કર્યું હતું. ઝીલે પણ હા પાડી અને આદિત્યને ગળે લગાડ્યો. આ દરમિયાન તેના આંસુ પણ દેખાતા હતા. આ પછી કપલે મિત્રો સાથે પાર્ટી કરી અને નવા વર્ષની ઉજવણી કરી હતી.
હાલ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ઝીલને અભિનંદન આપી રહ્યા છે. તારક મહેતામાં તેના કો-સ્ટાર એટલે કે ટપ્પુની ભૂમિકા ભજવનાર અભિનેતા ભવ્ય ગાંધીએ પણ કોમેન્ટ કરી છે. સાથે જ ઝિલના ઘણા ચાહકોએ પણ કોમેન્ટ કરી છે. જણાવી દઈએ કે ઝિલ મહેતાએ TMKOC માં સોનાલિકા આત્મારામ ભીડે ઉર્ફે સોનુની ભૂમિકા ભજવી હતી.
વધુ વાંચો: VIDEO : આમિર ખાનનો જમાઈ થયો ટ્રોલ, હાફ પેન્ટ-બનિયાનમાં જ કર્યા નિકાહ, લોકોએ કહ્યું- આ કયો નમૂનો છે!!
ઝીલે વર્ષ 2012માં શો છોડી દીધો હતો. ઝિલ પછી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, શૈલેષ લોઢા, નેહા મહેતા અને જેનિફર મિસ્ત્રી સહિત અન્ય ઘણા પાત્રોએ પણ શો છોડી દીધો. આ શોના મેકર્સ પણ ઘણા સમયથી વિવાદોમાં છે. હાલમાં, અભિનેત્રી પલક સિંધવાણી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકામાં જોવા મળે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ શેર કરતી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT