બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / On Ambaji Mandir prasad issue manager of Mohini Caterers said, we were cheated

આસ્થા સાથે ચેડાં! / 'અંબાજી દેવસ્થાન જ નહીં, અમે ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કર્યું છે પરંતુ હજુ સુધી...', અંબાજીના પ્રસાદ મુદ્દે મોહિની કેટરર્સનું મોટું નિવેદન

Malay

Last Updated: 12:05 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji Prasadi controversy: અંબાજી મંદિર પ્રસાદ મુદ્દે મોહિની કેટરર્સના મેનેજરે VTV ન્યૂઝને કહ્યું કે, અમારી કંપની નિર્દોષ છે, અમારી સાથે છેતરપિંડી થઇ છે.

  • અંબાજી પ્રસાદ માટેના ઘી વિવાદ મામલો 
  • મોહની કેટર્સની અમદાવાદ ઓફિસ પહોચ્યું VTV ન્યૂઝ 
  • માધુપુરાના નીલકંઠ ટ્રેડસ પાસેથી ખરીદવામાં આવ્યું હતું ઘી 

Ambaji Prasadi controversy: શક્તિપીઠ અંબાજી ખાતે તા.23થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે  ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે. જેને લઈ તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સને નકલી ઘી પધરાવનાર નીલકંઠ ટ્રેડર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. AMC અને ગાંધીનગરની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દુકાનને સીલ મારીને દુકાન બહાર નોટીસ પણ લગાવી દેવામાં આવી છે. ત્યારે અંબાજી મંદિર પ્રસાદ મુદ્દે VTV ન્યૂઝની ટીમ મોહિની કેટરર્સની અમદાવાદ ખાતે આવેલી ઓફિસે પહોંચી હતી. 


  
 

ક્યારેય કોઈ સેમ્પલ ફેઈલ થયું નથીઃ તખતસિંહ રાઠોડ
મોહનથાળ પ્રસાદને લઈને મોહિની કેટરર્સના મેનેજર તખતસિંહ રાઠોડે VTV ન્યૂઝને જણાવ્યું હતું કે, અમે અહીંયા છેલ્લા પાંચ વર્ષથી કામગીરી કરીએ છીએ. પાંચ વર્ષમાં ચાર વર્ષ સુધી મધુર ડેરીનું ઘી વાપર્યું છે. 100થી 200 વાર સેમ્પલ લીધા છે. ક્યારેય કોઈ સેમ્પલ ફેઈલ થયું નથી. અમુલ ડેરીનું પણ ઘણું ઘી વાપરેલું છે, ક્યારેય કોઈ સેમ્પલ ફેઈલ થયું નથી. આ જે ઘી છે, તેનું પહેલીવાર સેમ્પલ ફેઈલ થયું છે અને અમે જેમની પાસેથી ઘી ખરીદ્યું તેઓ ઘી ક્યાંથી લાવ્યા તે અમે જાણવા માંગીએ છીએ. તેના સામે અમે પણ કાયદાકીય કાર્યવાહી કરી છે. 

15 વર્ષમાં આવો એકપણ બનાવ નથી બન્યોઃ મોહિની કેટરર્સના મેનેજર 
અમે અંબાજી દેવસ્થાન સાથે જ નહીં અમે ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ. 15 વર્ષમાં આવો એકપણ બનાવ બન્યો નથી અને અમે ક્યારેય કોઈ એવું કામ કરેલું નથી. તેથી અમને પણ એવું લાગે છે કે ક્યાંકને ક્યાંક અમને કોઈક ભરાવવાની કોશિશ કરી રહ્યું છે. 

નીલકંઠ ટ્રેડર્સમાંથી ખરીદવામાં આવ્યું હતું ઘી
અત્રે ઉલ્લેખનીય છે કે, શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા મોહિની કેટરર્સ દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો સ્ટોક કરવામાં આવ્યો હતો, જેના સેમ્પલ ફેલ થયા હતા. જે બાદ તપાસ હાથ ધરાતા તેમણે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદેલું હોવાનું ખુલ્યું હતું. જે બાદ નીલકંઠ ટ્રેડર્સમાં AMCના ફૂડ વિભાગે તપાસ બાદ કાર્યવાહીના ભાગ રૂપે સીલ માર્યું છે. જોકે, ફૂડ વિભાગ તપાસ માટે પહોંચતા નીલકંઠ ટ્રેડર્સનો માલિક ફરાર થઈ ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ