બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / OMG 2 controversy: Mahakal Mandir Pujaris sent a legal notice to film makers and sensor board to remove offensive scenes of lord shiva

બોલિવૂડ / ફરી મોટા વિવાદમાં અક્ષય કુમારની ફિલ્મ OMG-2 : મહાકાલ મંદિરના પૂજારીઓએ ફટકારી નોટિસ, કહ્યું આ સીન નહીં ચાલે

Vaidehi

Last Updated: 07:24 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકાલ મંદિરનાં પુજારીઓએ ફિલ્મ OMG 2 નાં મેકર્સને લીગલ નોટિસ મોકલી છે. તેમનું કહેવું છે કે ભગવાન શિવનાં રૂપને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

  • OMG 2 નાં રિલીઝ પહેલાં ફરી આવી નોટિસ
  • મહાકાલ મંદિરનાં પુજારીઓએ મેકર્સને મોકલી લીગલ નોટિસ
  • કહ્યું ભગવાન શિવનું ચિત્રણ ખોટી રીતે કરવામાં આવ્યું છે

OMG 2 થિયેટર્સમાં 11 ઑગસ્ટનાં રોજ રિલીઝ થવાની છે પરંતુ રિલીઝ પહેલાં ફિલ્મ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. મહાકાલ મંદિરનાં પુજારીઓએ ફિલ્મનાં મેકર્સને લીગલ નોટિસ મોકલતાં કહ્યું છે કે ફિલ્મમાં ભગવાન શિવનાં રૂપને ખોટી રીતે દેખાડવામાં આવ્યું છે. તેમને બજારમાં દુકાનમાંથી કચોરી ખરીદતા દેખાડવામાં આવ્યું છે. આ ભગવાન શિવનાં શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

મહાકાલ મંદિરની સાથે આ પ્રકારનાં દ્રશ્યો સ્વીકાર્ય નથી

ફિલ્મ સેંસર બોર્ડે મૂવીને A સર્ટિફિકેટ આપ્યું છે એટલે કે આ ફિલ્મને 18 વર્ષથી ઓછી વયનાં લોકો નહીં જોઈ શકે. હવે મહાકાલ મંદિરનાં પુજારીઓએ પણ ફિલ્મને લઈને  મેકર્સ અમિત રાય, નિર્માતા વિપુલ શાહ અને ચંદ્રપ્રકાશ દ્વિવેદી, એક્ટર અક્ષય કુમાર સિવાય સેંસર બોર્ડનાં અધ્યક્ષ પ્રસૂન કુમાર જોશીને નોટિસ મોકલી છે.  તેમણે કહ્યું છે કે એવું લાગી રહ્યું છે કે ફિલ્મમાં અશ્લીલ સીન છે. મહાકાલ મંદિરની સાથે આ પ્રકારનાં દ્રશ્યો સ્વીકાર્ય નથી. 

અપમાનજન્ય દ્રશ્યોને હટાવી સાર્વજનિક માફી માંગવા માંગ
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે લેટર મળ્યાંનાં 24 કલાકની અંદર અપમાનજન્ય દ્રશ્યોને હટાવવું જોઈએ. એટલું જ નહીં સાર્વજનિક રૂપે માફી પણ માંગવી જોઈએ. આવું ન કરવા પર ફિલ્મનાં સર્ટિફિકેટને રદ કરવાની અપીલ કરવામાં આવશે.ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ કરવામાં આવશે અને ઉજ્જૈનમાં ફિલ્મનાં રિલીઝ પર રોક લગાડવાની પણ માંગ ઊઠાવવામાં આવશે. પંડિત મહેશ શર્માએ કહ્યું કે આ ફિલ્મમાં ભગવાન શિવનાં ખોટા ચિત્રણથી તેમનાં ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચશે.

ફિલ્મમાં ઉજ્જૈનમાં રહેનારા શિવ ભક્તની કહાણી
ફિલ્મની સ્ટોરી ઉજ્જૈનમાં રહેનારા ભગવાન શિવનાં પરમ ભક્ત કાંતિ શરણ મુદ્ગલની આસપાસ બની છે.જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં કાંતિની સામે ભગવાન શિવ પ્રગટ થાય છે અને તેના જીવનમાં આવનારાં પડકારોનો સામનો કરવામાં તેની મદદ કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ