બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / Ola's biggest bang for Diwali, the cheapest electric scooter is coming

અરે વાહ / દિવાળી પર Ola નો સૌથી મોટો ધમાકો, આવી રહ્યું છે સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત હશે બસ આટલી

Megha

Last Updated: 03:22 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપનીના સીઇઓ એ એલાન કર્યું હતું કે 22 તારીખના રોજ ઓલા એક મોટી જાહેરાત કરવા જઈ રહી છે.

  • ઓલા દિવાળીના મોકા પર બીજો એક મોટો ધમાકો કરવા જઈ રહી છે
  • અમારું દિવાળી ઇવેંટ 22 ઓકટોબરના થશે
  • ઓલા એક નવું અને સસ્તું સ્કૂટર લોન્ચ કરી શકે છે

દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું બજાર ઘણું ઝડપી રીતે વધી રહ્યું છે અને એ બજારમાં એ જ ઝડપે ઓલા ઇલેક્ટ્રિક પણ તેની પકડ મજબૂત કરતું જઈ રહ્યું છે. કંપની હાલ જ તેનું સ્કૂટર Ola S1  લઈને આવી હતી જે કંપનીના પ્રીમિયમ સ્કૂટર OLA S1 Proનું નાનું વર્ઝન હતું. હવે ઓલા દિવાળીના મોકા પર બીજો એક મોટો ધમાકો કરવા જઈ રહી છે. કંપનીના સીઇઓ એ એલાન કર્યું હતું કે 22 તારીખના રોજ ઓલા એક મોટી જાહેરાત કરવા જઈ રહી છે. આ વિશે વધુ માહિતી આપતા કંપનીએ એમ પણ કહ્યું હતું કે આ બિલકુલ નવું પ્રોડક્ટ હશે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઓલા એક નવું અને સસ્તું સ્કૂટર લોન્ચ કરી શકે છે જેની કિંમત 80 હજાર જેટલી હશે. 

Ola ના સીઇઓ ભાવીશ અગ્રવાલે તેના ટ્વિટરમાં પોસ્ટ લખી હતી કે, 'અમારું દિવાળી ઇવેંટ 22 ઓકટોબરના થશે. ઓલા તરફથી આ સૌથી મોટી ઘોષણામાંથી એક હશે. જલ્દી મળીએ.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની એક નવા સ્કૂટરમાં Ola S1 જેવુ ફીચર્સ આપવાની કોશિશ કરશે પણ તેનું બેટરી પેક નાનું દેવામાં આવશે.' 

Ola S1ના ફીચર્સ અને કિંમત 
જણાવી દઈએ કે આ વર્ષે જ 15 ઓગસ્ટના રોજ OLA S1 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયું હતું અને તેની એક્સ શોરૂમ કિંમત 99,999 રૂપિયા છે. Ola S1 માં 2.98kWh બેટરી પેક મળે છે અને તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાકની છે. કંપનીની માનીએ તો Ola S1 ફૂલ સિંગલ ચાર્જ પર 141 કિમીની રેન્જ આપે છે. જણાવી દઈએ કે Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટર જોવામાં S1 Pro જેવું જ લાગે છે. જો કે S1 Pro માં  3.9kWh નું બેટરી પેક મળે છે અને તેની કિંમત 1,39,999 રૂપિયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ