બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Oh! This video has opened Kapil Sharma's pole, even the fans were stunned

વીડિયો વાયરલ / ઓહ! આ VIDEOએ તો ખોલી નાંખી કપિલ શર્માની પોલ, ફેન્સને પણ જોઈને રહી ગયા દંગ

Vishal Khamar

Last Updated: 03:50 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ શર્માનો ટેલીપ્રોમ્પટર જોઈને જોક્સ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેલાવવામાં આવી રહ્યો છે. જે લોકો કપિલને પસંદ નથી કરતી તેઓ તેને ટ્રોલ કરવાનો શરૂ કરી દીધો છે.

  • કોમેડી કિંગ કપિલ શર્મા સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
  • કપિલને પસંદ ન કરનાર લોકોએ કપિલને સોશિયલ મીડિયામાં કર્યો ટ્રોલ
  • કપિલને સપોર્ટ કરવા તેના ફેન આવ્યા મેદાને

 કપિલ શર્માનો ટેલીપ્રોમ્પટર જોઈને જોક્સ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેલાવવામાં આવી રહ્યો છે. જે લોકો કપિલને પસંદ નથી કરતી તેઓ તેને ટ્રોલ કરવાનો શરૂ કરી દીધો છે. પરંતું કપિલને સપોર્ટ કરવા વાળા લોકોની સંખ્યા વધારે છે. ત્યારે કપિલને સપોર્ટ કરનાર લોકો તેને પૂરે પૂરો સપોર્ટ અને તેમનાં ટોલીપ્રોમ્પટનો ઉપયોગ કરવાવાળાએ તેનો ઉપયોગ કરવાનું શીખવાડ્યું

કોમેડી કિંગ કપિલ શર્માનાં જોક્સનાં તમે ફેન હશો. ધ કપિલ શર્મા શો માં કપિલની સ્ટેન્ડઅપ કોમેડી લોકોનો વીકેન્ડ બનાવી દે છે. સ્ક્રીન પર કપિલનું જોક મારવું અને લોકોની મજાક ઉડાવવી. વીકેડ પર આ બધુ દેખવા મળે છે. કોમેડી કિંગની આ કોમેડીની આ કોમેડી સાથે જોડાયેલ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કપિલ શર્મા ટેલીપ્રોમ્પટર જોઈને જોક્સ વાંચતે દેખાય છે. આ વીડિયોને જોયા પછી કેટલાક લોકો કપિલ શર્માને ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ તેને ફેન્સ પણ તરત જ કપિલ શર્માના બચાવ પક્ષમાં આવી ગયા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયા સામે આવ્યો છે. વીડિયોમાં કપિલ કોમેડી કરી રહ્યા છે. સ્ક્રીન ઝુમ કરીને દેખાડી તો વીંડો સ્ક્રીન પર ટેલીપ્રોમ્પટર દેખવા મળ્યું હતું. જેમાં કપિલના ડાયલોગ લખ્યા હતા. યૂઝરની આંખોથી આ  ટેલીપ્રોમ્પટરને સંતાડી શકાયું નહી. યૂઝરે વીડિયોમાં કપિલનાં  ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ કરવા પર આશ્ચર્યવ્યક્ત કર્યું હતું. શખ્સને લાગતું હતું કે કપિલ પોતે જે બોલે છે અને જોક્સ સંભળાવે છે. પરંતું યુઝરનો આ ભ્રમ તૂટી ગયો અને તેઓને ખબર પડી ગઈ કે કપિલનાં ડાયલોગ અને જોક્સ પહેલીથી જ લખેલા હોય છે. જે તે  ટેલીપ્રોમ્પટરની મદદથી બોલે છે.

કપિલનાં ચાહકોએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવનાર વ્યક્તિને કર્યો ટ્રોલ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે. પછી ત્યાં શું હતું. જે લોકો કપિલને પસંદ નહોતા કરતા તેઓએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ કપિલને સપોર્ટ કરનારા લોકોની સંખ્યા વધુ જોવા મળી હતી. લોકોએ કપિલની સંપૂર્ણ પ્રશંસા કરી અને તેના ટેલિપ્રોમ્પ્ટરના ઉપયોગને જરૂરી પ્રક્રિયા ગણાવી. કપિલને એક્સપોઝ કરવા માટે જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

તો શું થયું. ન્યૂઝ એન્કર પણ આવું જ કરે છેઃયુઝર્સ
યુઝરે લખ્યું- તો શું થયું. ન્યૂઝ એન્કર પણ આવું જ કરે છે. અને અમે મજા કરીએ છીએ. લોકો હસે છે અને બીજું શું જોઈએ. બીજાએ કટાક્ષ કરતા લખ્યું - હા, ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરીને બોલવું ખૂબ જ સરળ છે. તમે પણ ફેમસ બની શકો છો. કપિલના ફેને લખ્યું- ટેલિપ્રોમ્પ્ટર જોયા પછી બોલવું જરૂરી છે. આ શૂટિંગની સામાન્ય વાસ્તવિકતા છે. યૂઝર લખે છે - તે એટલા માટે કે જો તે કોઈ વસ્તુ ભૂલી જાય તો તે યાદ રાખી શકે છે. આટલા બધા લોકોને હસાવવા એ સામાન્ય વાત નથી.

કપિલ ટેલિપ્રોમ્પ્ટર જોઈને કે જોયા વગર કોમેડી કરે છેઃ કપિલના પાક્કા ચાહકો
કપિલના પાક્કા ચાહકોનો કહેવું છે કે કપિલ ટેલિપ્રોમ્પ્ટર જોઈને કે જોયા વગર કોમેડી કરે છે, તેનાથી તેને કોઈ ફરક નથી પડતો. ફેન્સ માત્ર કપિલની કોમેડી પર ધ્યાન આપે છે. કપિલ શર્માનો શો વર્ષોથી ફેન્સનો ફેવરિટ રહ્યો છે. કોમેડી શો દર વર્ષે લોકોનું મનોરંજન કરે છે. આ વખતે પણ કપિલનો શો ટીઆરપી રેટિંગમાં છે. કપિલની ટીમ બદલાઈ ગઈ છે. તેની ટીમમાં કેટલાક નવા સાથીઓ જોડાયા છે. કપિલની કોમેડીના ચાહકોને પણ તેની નવી ટીમ ઘણી મજબૂત લાગી છે. ચાહકો દરેક વીકેન્ડમાં કપિલ શર્માના શોની ઉત્સાહ સાથે રાહ જોતા હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ