ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / number of passengers in the bus increased during the Janmashtami festival
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતભરમાં તહેવારની અસર એસટી બસ સહિત ખાનગી ટ્રાવેલ્સના સ્ટેશન પર પણ જોવા મળી રહી છે. ગીતા મંદિર બસસ્ટેન્ડ પર મુસાફરોની ભીડ ઉમટી હતી. વતન તરફ જવા માટે ગીતા મંદિર બસસ્ટેન્ડ પર ભીડ જામી છે. STની સૌરાષ્ટ્ર જતી તમામ બસો હાઉસફુલ જોવા મળી રહી છે. દ્વારકા, સોમનાથ, જૂનાગઢ સહિતના ગામોમાં પણ 1 સીટ મેળવી પણ મુશ્કેલ છે.
ADVERTISEMENT
તહેવારોમાં ST અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરોનો ઘસારો વધી જતો હોય છે. સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોનો ઘસારો સૌથી વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ, પોરબંદર, દ્વારકાની બસોમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. તો સોમનાથ, જામનગર અને જૂનાગઢની બસો હાઉસફૂલ થઈને જઈ રહી છે.
ટ્રાવેલ કંપનીએ પણ ડબલ બસો દોડાવી છે. મુસાફરોની સંખ્યા વધતા ભાડામાં પણ વધારો જોવા મળ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા ભાડામાં વધારો કર્યો છે. રાજકોટ જવા માટે 600 રૂપિયા ભાડું ચૂકવવું પડી રહ્યું છે તો, પોરબંદર માટે 800થી 1000 રૂપિયા ભાડા લેવાઈ રહ્યા છે. સોમનાથ અને દ્વારકાના 1000થી 1200 રૂપિયાનું સૌથી ભાડું લેવાઈ રહ્યું છે. આ સાથે જામનગર, જૂનાગઢના પણ 800થી 1000 રૂપિયા સુધીનો ભાવ આપનારા લોકો પણ તૈયાર જોવા મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો