ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / Video: કેનેડામાં યોજાયેલ રથયાત્રામાં અસામાજીક તત્વોએ ફેંક્યા ઈંડા, લોકોએ કહ્યું 'We don't like this'

કાયદાના લીરેલીરા / Video: કેનેડામાં યોજાયેલ રથયાત્રામાં અસામાજીક તત્વોએ ફેંક્યા ઈંડા, લોકોએ કહ્યું 'We don't like this'

Published By: Nidhi Panchal

Last Updated: 01:26 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના ટોરોન્ટોમાં રથયાત્રા દરમિયાન ભારતીય ભક્તો પર ઇંડા ફેંકવામાં આવ્યા, જેનાથી ભારે વિવાદ થયો. આ ઘટનાએ માત્ર દુઃખ જ નહીં, પણ જાતિવાદ અને વિદેશીઓ પ્રત્યેના દ્વેષના પ્રશ્નો પણ ઊભા કર્યા.

ADVERTISEMENT

કેનેડાના ટોરોન્ટો શહેરમાં યોજાયેલી ઈસ્કોનની 53મી વાર્ષિક રથયાત્રા દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. ભારતીય ભક્તો ભક્તિભાવથી કેનેડાની ગલીઓમાં ભજન ગાતી અને નૃત્ય કરતા રથયાત્રામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે એમના પર નજીકની એક ઇમારતમાંથી ઇંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના માત્ર ભક્તો માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સમુદાય માટે દુઃખદ અને ચિંતાજનક બની રહી.

canada-2

વીડિયો થયો વાયરલ

સંગના બજાજ નામની એક ભારતીય NRI મહિલાએ આ ઘટનાની માહિતી ઇન્સ્ટાગ્રામ વિડીયો દ્વારા આપી. તે ટોરોન્ટોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે અને રથયાત્રામાં ભાગ લેઈ રહી હતી. તેના કહ્યા મુજબ જ્યારે તેઓ ભક્તિ ગીતો ગાઈ રહી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ ઉપરથી ઇંડા ફેંક્યાં હતા. બજાજે શેરીના ફૂટપાથ પર તૂટેલા ઇંડા બતાવતાં વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે આ ઘટનાથી તેઓ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતા, પરંતુ તેમાંથી પાછું હટ્યાં નહીં. તેણીએ કહ્યું કે, "અમે સ્તબ્ધ થઈ ગયા. દુઃખ થયું. પણ અમે રોકાયા નહીં. કારણ કે નફરત ક્યારેય શ્રદ્ધા પર કાબુ મેળવી શકતી નથી,". બજાજે ઉમેર્યું કે જ્યારે ભગવાન જગન્નાથ રસ્તા પર હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારની નફરત તેમને અટકાવી શકતી નથી.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થયો અને 1.5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા. અનેક લોકોએ આ ઘટનાને જાતિવાદી હુમલો ગણાવ્યો અને વિદેશીઓ પ્રત્યેના પૂર્વગ્રહનો ઉદાહરણ માન્યું. એક યૂઝરે લખ્યું, "તમારે ધર્મને રસ્તા પર કેમ લાવવો? સૌને શરમમાં નાખવાની શું જરૂર?" બીજી વ્યક્તિએ કહ્યું, "અમે અમેરિકામાં ધાર્મિક વિધિઓ હંમેશા ખાનગી સ્થળે જોતા આવ્યા છીએ. પણ કેનેડામાં જાહેર રસ્તાઓ પર કેમ?" આ ઉપરાંત કેટલાક યૂઝર્સે તો કહ્યું કે “ભારત પાછા જાઓ” – જે દર્શાવે છે કે આવી ઘટનાઓ માત્ર એક વ્યક્તિની નફરત નથી, પણ એની પાછળ ઘાતકી વિચારધારા છુપાયેલી હોય છે.

app promo6

આ પણ વાંચો : અમેરિકા જનારા ભારતીયોને મોટો ઝટકો, વિઝા ફી પર આવી સૌથી મોટી અપડેટ

જ્યાં એક તરફ ભક્તો પર હુમલો થયો હતો, ત્યાં બીજી તરફ તેમને ટેકો આપનારા લોકોએ જણાવ્યું કે શ્રદ્ધા અને ભક્તિ કોઇ પણ વિરુદ્ધતાને અટકાવી શકતી નથી. અનેક લોકોએ સંગના બજાજના ધૈર્યની પ્રશંસા પણ કરી. ઈસ્કોન ટોરોન્ટો દ્વારા રથયાત્રાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. તેઓ કહે છે કે, "આ એક જીવંત ઉત્સવ છે જ્યાં ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા દેવીની મૂર્તિઓને મંદિરમાંથી બહાર લાવવામાં આવે છે અને શહેરના માર્ગો પર ભક્તો ભજન ગાઈને ભગવાનના આશીર્વાદ મેળવે છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

egg attack Toronto Rath Yatra Canada

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ