બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / અમેરિકા જનારા ભારતીયોને મોટો ઝટકો, વિઝા ફી પર આવી સૌથી મોટી અપડેટ

NRI / અમેરિકા જનારા ભારતીયોને મોટો ઝટકો, વિઝા ફી પર આવી સૌથી મોટી અપડેટ

Nidhi Panchal

Last Updated: 11:47 AM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા જવાનું સપનુ જોતા અનેક ભારતીયો માટે હવે વિઝા મેળવવું મોંઘું સાબિત થઈ શકે છે. ટ્રમ્પના નવા કાયદા કારણે વિઝા ખર્ચમાં મોટો વધારો થયો છે.

ભારતના અનેક લોકો અમેરિકામાં સ્થાયી થઈ ગયા છે. સાથે જ, આજે પણ અનેક વિદ્યાર્થીઓ ત્યાં જવાનું સપનુ જોઈ રહ્યા છે. પહેલા વાત કરીએ તો અમેરિકાના વિઝા મેળવવું તેટલું મુશ્કેલ નહતું. પરંતુ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા લાવવામાં આવેલા 'One Big Beautiful Bill' નામના નવા કાયદાના અમલ પછી, અમેરિકામાં જવાનું ખૂબ જ મોંઘું બનતું જાય છે.

trump-tariff-2

4 જુલાઈના રોજ ટ્રમ્પે આ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદા મુજબ, વર્ષ 2026થી એક નવી ફી લાગુ કરવામાં આવશે – ‘વિઝા ઇન્ટિગ્રિટી ફી’. આ ફી લાગુ પડ્યા પછી, US વિઝાની કિંમત અગાઉ કરતાં લગભગ 2.5 ગણી વધી જશે. ખાસ કરીને આ નવો નિયમ વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને IT ક્ષેત્રમાં કામ કરતા લોકો પર સીધી અસર કરશે.

નવી ફી અનુસાર...

આ નવી ફી $250 એટલે કે અંદાજે ₹21,400 જેટલી રહેશે, જે મુસાફરી માટે જરૂરી અન્ય ફી સાથે મળીને વિઝાની કુલ કિંમત ₹40,000 જેટલી કરી દેશે. હાલ B-1/B-2 વિઝા માટે $185 (₹15,000) ફી છે, જેમાં હવે આ નવી ફી ઉપરાંત I-94 ફી ($24), ESTA ફી ($13) અને અન્ય ટેક્સ પણ ઉમેરાશે. એટલે કે વિઝા પહેલાની સરખામણીએ લગભગ 2.5 ગણો મોંઘો થઈ જશે.

visa-simple_0

આ નિયમ ખાસ આ વ્યવસાયિક વર્ગ માટે

આ નવો નિયમ ખાસ કરીને વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને નોકરી માટે જતા IT અને વ્યવસાયિક વર્ગને સીધી અસર કરશે. નોન-ઇમિગ્રન્ટ વિઝા જેવી કે B-1, B-2, H-1B, J કેટેગરી ધરાવતા લોકોએ આ ફી ચૂકવવી પડશે. પરંતુ રાજદ્વારી વિઝા ધારકો (A અને G શ્રેણી) માટે આ નિયમ લાગુ નહીં પડે.

app promo3

ફીની ચુકવણી બાદ પાછી નહીં મળે

વિઝા ઇન્ટિગ્રિટી ફી પાછી નહીં મળે, જો કે કેટલીક નિશ્ચિત પરિસ્થિતિઓમાં, જેમ કે વ્યક્તિ સમયસર અમેરિકા છોડી દે અને વિઝાની શરતોનું પાલન કરે તો આ ફી પરત પણ થઈ શકે છે. જોકે જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેને કોઈ રિફંડ નહીં મળે. ટ્રમ્પના આ નિયમ પાછળનું મુખ્ય કારણ છે અમેરિકાની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવી અને વિદેશી નાગરિકો દ્વારા નિયમોનું પાલન કરાવવું. આ ફી એક પ્રકારની "સુરક્ષા" તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : હૈયું હચમચી જાય તેવો Video, વિમાનના એન્જીનમાં ફસાઇ જતા માણસના ચીથરે ચીથરા ઉડી ગયા

આ સિવાય, ટ્રમ્પે બીજા પણ નવા આર્થિક નિયમો લાદ્યા છે. હવે જો કોઈ અમેરિકાથી ભારત કે બીજા દેશમાં પૈસા મોકલે છે, તો તેને પર 1% ટ્રાન્સફર ટેક્સ ભરવો પડશે. આ નવો ટેક્સ પણ ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ બધાં પગલાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે સ્થાનિક નાગરિકોના હિતમાં અને વિદેશી નાગરિકો માટે કડક નીતિઓ અમલમાં મૂકવા માટે લીધા છે, પરંતુ તે ભારત જેવા વિકાસશીલ દેશના લોકો માટે મોટો આર્થિક ઝટકો સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump immigration law One Big Beautiful Bill US visa
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ