ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / 'તું કેનેડા સે વાપસ ક્યૂં આયા?', પછી ઇન્ડિયને જે જવાબ આપ્યો, ખરેખર દરેકે સાંભળવા જેવો

NRI News / 'તું કેનેડા સે વાપસ ક્યૂં આયા?', પછી ઇન્ડિયને જે જવાબ આપ્યો, ખરેખર દરેકે સાંભળવા જેવો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 01:24 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News: સારા જીવનની શોધમાં લોકો વિદેશમાં સ્થાયી થવાનું સ્વપ્ન જુએ છે.

ADVERTISEMENT

NRI News: સારા જીવનની શોધમાં લોકો વિદેશમાં સ્થાયી થવાનું સ્વપ્ન જુએ છે. લાંબા સમયથી અમેરિકા અને કેનેડા ભારતીયોની પહેલી પસંદગી રહી છે. એવું માનવામાં આવે છે કે ત્યાં જવાથી કારકિર્દી, આવક અને જીવનશૈલી સુધરે છે. પરંતુ શું વિદેશ જવાથી ખરેખર સ્વપ્નશીલ જીવન મળે છે, કે પછી અનિશ્ચિતતા, અસુરક્ષા અને સંઘર્ષનો બોજ સહન કરવો પડે છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં આને લઇને ખુલીને વાતચીત કરવમાં આવી છે.

લગભગ દોઢ વર્ષ પહેલાં કેનેડાથી ભારત પરત ફર્યા પછી પણ સસ્વતને એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે પાછો કેમ આવ્યો? આ પ્રશ્નનો અંત લાવવા માટે ભારતીય વ્યાવસાયિક અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએસર સસ્વતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી.

સસ્વતના મતે ભારત પાછા ફરવાનું મુખ્ય કારણ કામ હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેનેડામાં જો તમારી પાસે પીઆર (કાયમી રહેઠાણ) ન હોય તો કોર્પોરેટ નોકરી મેળવવાની શક્યતા 1-2ટકાથી વધુ નથી. તેમણે સમજાવ્યું કે આજે તેઓ ભારતમાં જે કંપનીમાં કામ કરે છે તે જ કંપનીમાં કેનેડામાં ઇન્ટરવ્યુ આપવા છતાં તેને પીઆર નહી હોવાને કારણ આપીને રિજેક્ટ કરી દેવાયો હતો.

"અહીં જીવન એટલું સરળ નથી"

સસ્વતે જણાવ્યુ કે તેઓ ત્યાં જે નોકરીઓ ઓફર કરવામાં આવી હતી તે માટે તેઓ વિદેશ ગયા નહોતા. તેઓ વધુ સારા જીવનની તલાસમાં ગયો હતો, પરંતુ તેને ખ્યાલ આવ્યો કે તેઓ ભારતમાં પહેલાથી જ વધુ સારું જીવન જીવી રહ્યા છે. તેઓ કહે છે કે લોકો જે જીવનનું સ્વપ્ન જુએ છે તે પ્રાપ્ત કરવા માટે 8-10 વર્ષનો સંઘર્ષ કરવો પડે છે. બીજું મુખ્ય કારણ પરિવાર હતું. સસ્વત કહે છે કે વિદેશ જતા પહેલા વ્યક્તિને એવું લાગે છે કે વ્યક્તિને સ્વતંત્રતા મળશે, પરંતુ છ મહિના એકલા રહ્યા પછી વ્યક્તિના વિચારો બદલાઈ જાય છે. ભારતમાં પરિવારોથી બહેસ થાય, તકરાર થાય છે, પરંતુ આ જ સારી જીંદગી છે. તેમના મતે એકલા રહેવાથી વ્યક્તિને ખ્યાલ આવે છે કે પરિવાર વિના જીવન કેટલું ખાલી લાગે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ કેનેડામાં 10 લાખ ભારતીયો પર લટકી તલવાર, થઈ શકે છે અમેરિકાવાળી! જાણો સમગ્ર મામલો

'ભારત પાછા ફરવાનો નિર્ણય સાચો હતો'

સસ્વત માને છે કે કેનેડામાં સારી માળખાગત સુવિધા, સ્વચ્છ હવા અને સારા રસ્તાઓ છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તેમના ઘણા મિત્રો હજુ પણ વિદેશમાં સ્થાયી થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમના પરિવારો સાથે કિંમતી સમય ગુમાવી રહ્યા છે. ભારત પાછા ફર્યા પછી તેમણે છેલ્લા દોઢ વર્ષમાં બનાવેલી યોજનાને અમલમાં મૂકી છે. તેમના મતે આજે જીવન સારું છે. ભારત પાછા ફરવાનો નિર્ણય સાચો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America NRI News Canada

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ