ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / કેનેડામાં 10 લાખ ભારતીયો પર લટકી તલવાર, થઈ શકે છે અમેરિકાવાળી! જાણો સમગ્ર મામલો

NRI / કેનેડામાં 10 લાખ ભારતીયો પર લટકી તલવાર, થઈ શકે છે અમેરિકાવાળી! જાણો સમગ્ર મામલો

Published By: Vidhata Gothi

Last Updated: 12:38 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada News: કેનેડામાં રહેતા લાખો ભારતીયો સામે એક નવી સમસ્યા આવી ગઈ છે. કેનેડામાં પહેલી વાર વર્ષ 2026માં મોટી સંખ્યામાં લોકો પર લીગલ સ્ટેટસ ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

ADVERTISEMENT

કેનેડામાં ભારતીયો સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં મોટો વધારો થવાની સંભાવના છે, જેમાંથી લગભગ અડધા ભારતીય હશે. કેનેડામાં લાખો વર્ક પરમિટની મુદત સમાપ્ત થઈ રહી છે. માહિતી પ્રમાણે, વર્ષ 2026ના મધ્ય સુધીમાં લગભગ 20 લાખ લોકોની વર્ક પરમિટ અને સ્ટડી પરમિટ સમાપ્ત થઈ રહી છે, જેમાં લગભગ અડધા એટલે કે 10 લાખ ભારતીયો સામેલ છે.

હવે કેનેડામાં નવા વિઝા કે પરમેનેન્ટ રેસિડેન્સી મેળવવાના નિયમો પહેલા કરતાં વધુ કડક થઈ ગયા છે. એવામાં વિઝા એક્સટેન્શન અથવા પરમેનેન્ટ રેસિડેન્સી ન મળવાની સ્થિતિમાં લાખો લોકો કેનેડામાં રહેવા માટેનું તેમનું લીગલ સ્ટેટસ ગુમાવી દેશે. જેને લીધે તેમણે તેમની નોકરીઓ અને અભ્યાસ અધવચ્ચેથી જ છોડીને દેશ પરત ફરવું પડી શકે છે.

કેનેડાના ઇમિગ્રેશન વિભાગ (IRCC) ના ડેટાના આધારે, મિસિસૌગા સ્થિત ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કંવર સીરાહે જણાવ્યું કે વર્ષ 2025ના અંત સુધીમાં આશરે 10.53 લાખ વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી છે. જ્યારે વર્ષ 2026માં વધુ 9.27 લાખ વર્ક પરમિટ એક્સપાયર થવાની છે. એટલે કે માત્ર બે વર્ષમાં લગભગ 20 લાખ લોકોના વિઝા અથવા પરમિટ ખતમ થઈ જશે. જણાવી દઈએ કે જો તેઓને બીજા વિઝા અથવા પરમેનેન્ટ રેસિડેન્સી ન મળે તો વર્ક પરમિટની મુદ્દત સમાપ્ત થતાંની સાથે જ વિઝા ધારકોનું લીગલ સ્ટેટસ પણ આપમેળે સમાપ્ત થઈ જાય છે. કેનેડિયન સરકાર કામચલાઉ કામદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન નિયમોને સતત કડક બનાવી રહી છે, જેના કારણે આ વિકલ્પો વધુ મર્યાદિત થઈ ગયા છે.

vtv app promotion

10 લાખ ભારતીયો પર પણ ખતરો

માહિતી પ્રમાણે, કેનેડામાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકોના લીગલ સ્ટેટસ ગુમાવવાનું જોખમ છે. જેમાંથી લગભગ 10 લાખ ભારતીય એવા હશે, જેમની પાસે કેનેડામાં રહેવાનું લીગલ સ્ટેટસ નહીં હોય. હજારો સ્ટડી પરમિટ પણ ખતમ થવાની છે, જ્યારે ઘણી શરણાર્થી અરજીઓ પણ રિજેક્ટ થઈ શકે છે. આનાથી ઇમિગ્રેશન સિસ્ટમમાં અડચણ આવી શકે છે.

આ પણ વાંચો: અમેરિકન સાથે લગ્ન કર્યા એટલે ગ્રીન કાર્ડ મળી ગયું, એવાં વ્હેમમાં ના રહેતા! જાણો કેમ

જંગલોમાં તંબુ લગાવીને રહી રહ્યા છે ગેરકાયદે પ્રવાસીઓ

આ સમસ્યાની અસર કેનેડાના સમાજ પર પણ દેખાવા લાગી છે. ગ્રેટર ટોરોન્ટો એરિયાના બ્રેમ્પટન અને કેલડન જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની વધતી જતી વસ્તીએ પહેલાથી જ સામાજિક સમસ્યાઓ ઊભી કરી દીધી છે. કેટલાક વિસ્તારોમાં, જંગલો અને ખાલી જમીનો પર ટેન્ટ કોલોની બની ગઈ છે, જ્યાં લીગલ સ્ટેટસ વિનાના લોકો રહેવા મજબૂર બન્યા છે.

અહેવાલો પ્રમાણે, ભારતીય મૂળના ઘણા લોકો કેશ પેમેન્ટ માટે કામચલાઉ નોકરીઓ કરી રહ્યા છે. કેટલાક નકલી એજન્ટો સુવિધા માટે લગ્ન જેવા ગેરકાયદેસર કામોમાં પણ સક્રિય હોવાનું કહેવાઈ રહ્યું છે. કેનેડામાં વર્ક અને સ્ટડી પરમિટ સમાપ્ત થવાની સમસ્યા ફક્ત આંકડાઓ સુધી મર્યાદિત નથી; પણ સાથે જ લાખો લોકોના ભવિષ્ય અને રોજગાર માટે ગંભીર ખતરો બની રહી છે. ખાસ કરીને ભારતીય સમુદાય માટે આ એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada visa extension Canada work permit expiry Indian immigrants in Canada

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ