ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકન સાથે લગ્ન કર્યા એટલે ગ્રીન કાર્ડ મળી ગયું, એવાં વ્હેમમાં ના રહેતા! જાણો કેમ

NRI / અમેરિકન સાથે લગ્ન કર્યા એટલે ગ્રીન કાર્ડ મળી ગયું, એવાં વ્હેમમાં ના રહેતા! જાણો કેમ

Published By: Priyankka Triveddi

Last Updated: 03:06 PM, 2 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Green Card: US નું ગ્રીન કાર્ડ મેળવવા માટે સૌથી સરળ અને વિશ્વાસ પાત્ર રસ્તો માનવામાં આવતો હતો કે કોઈ અમેરિકન નાગરિક સાથે લગ્ન કરી લેવા પણ હવે તમે આવું નહિ કરી શકો કારણ કે ટ્રમ્પના શાસનમાં અધિકારીઓએ આ અરજીઓની તપાસ વધુ કડક કરી દીધી છે જો તમે આ ભૂલ કરો છો તો તમે ગ્રીન કાર્ડની અરજી પણ ગુમાવી દેશો.

ADVERTISEMENT

US Green Card: અમેરિકાના પર્મેનન્ટ રેસીડન્સી એટલે કે Green Card ને અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. આ વિદેશીઓને અમેરિકામાં સ્થાયી રૂપથી રહેવાનો અને કામ કરવાનો અધિકાર આપે છે. જો કે ગ્રીન કાર્ડ હોલ્ડરને અમેરિકાના નાગરિકની જએમ તમામ અધિકારો નથી મળતા પઆન તેમને બીજા ઘણા ફાયદાઓ મળે છે. આ જ કારણ છે કે આ પરમિટની ખાસ્સી એવી ડિમાન્ડ રહે છે. અત્યાર સુધી ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકન નાગરિક સાથે લગ્ન કરવા તેને સૌથી ભરોસાલાયક રસ્તો ગણવામાં આવતો હતો પરંતુ હવે એવું નથી. ઈમિગ્રેશન એક્સપર્ટનું કહેવું છે કે માત્ર અમેરિકન નાગરિક સાથે લગબ એ હવે પરમેનન્ટ રેસીડન્સીની ગેરેન્ટી નથી .

અમેરિકાનો કાયદો શું કહે છે?

અમેરિકાના કાયદા અનુસાર કોઈ અમેરિકન નાગરિકના પતિ કે પત્નીને તેના નજીકના સગા માની શકાય છે. તેનાથી તે American Citizenship and Immigration Services (USCIS) ના મધ્યમથી ગ્રીનકાર્ડની અરજી માટે યોગ્ય બને છે પરંતુ ઈમિગ્રેશન વ્યકિલોનું કહેવું છે કે આ યોગ્યતા છે તેનો અર્થ મંજૂરી એવો ના કરી શકાય. એક મીડિયા રિપોર્ટ અનુસાર એક ઈમિગ્રેશન વકીલનું કહેવું છે કે માત્ર લગ્ન કરવાથી ગ્રીન કાર્ડ નહીં મળી શકે. તેમણે વધુમાં કહ્યું કે લગ્નના આધારે ગ્રીન કાર્ડ મેળવવા માટે સાથે રહેવું એ હવે એક નિર્ણાયક ફેક્ટર બની ગયું છે. તેમણે કહ્યું કે માત્ર રિલેશનશીપમાં હોવાથી તમને ગ્રીનકાર્ડ નહીં મળી શકે. સાથે રહેવાથી મળશે. આ સાથે જ તેમણે ચેતવણી પણ આપી છે કે કે કપલ્સ લગ્ન કરી ચૂક્યા છે પણ તેઓ અલગ રહે છે તો તેમની અરજી કેન્સલ થવાના ચાન્સીસ વધી શકે છે.

us-visa

ગ્રીન કાર્ડ અરજદારોની સઘન તપાસ

ઈમિગ્રેશનના વકીલે કહ્યું કે લગ્ન પર આધારિત ગ્રીન કાર્ડ અરજીઓને ખૂબ નજીકથી તપાસવામાં આવી રહી છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં તેમાં તેજી આવી છે. અધિકારોઓ લગ્નની કાયદાકીય સ્થિતિ પર ઓછું અને એ વાત પર વધારે ધ્યાન આપે કે લગ્ન સાચા છે કે નહીં. ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશનને લઈને કડક વલણ અપનાવ્યું છે જેમાં ડાયવર્સિટી વિઝા લોટરીને સસ્પેન્ડ પણ કરી શકે છે. આનાથી લગભગ વર્ષે 50000 વિદેશીઓને વિઝા આપવામાં આવે છે.

આ પણ વાંચો: નવા વર્ષના પહેલા દિવસે જર્મનીમાં ભારતીય યુવકનું મોત, આગથી બચવા બિલ્ડિંગ પરથી માર્યો હતો કૂદકો

vtv app promotion

આ ભૂલ ભારે પડી શકે છે

ઈમિગ્રેશનના વકીલના જણાવ્યા અનુસાર જો પતિ-પત્ની એક ઘરમાં નથી રહેતા તો તેમનો ગ્રીન કાર્ડનો કેસ પહેલાથી જ ખરાબ થઈ શકે છે. તેમણે કહ્યું કે ઈમિગ્રેશન અધિકારી અલગ રહેવા પાછળના કારણ જેવા કે કામ, અભ્યાસ, રૂપિયાની અગવડ વગેરેને કાને ધરતા નથી. અલગ રહેતા કપલ્સની વધારે કડક તપાસ થાય છે. તેવામાં લગ્નમાં ફ્રોડની સંભાવના, મુશ્કેલ ઇંટરવ્યૂ અને ઘણીવાર અરજીને કેન્સલ પણ કરવામાં આવે છે. જો કપલ એકસાથે એક ઘરમાં નથી રહેતા તો ઈમિગ્રેશન અધિકારી લગ્ન પર પ્રશ્નો કરવાના શરૂ કરી દે છે. સવાલ ઉઠાવવાનો મતલબ છે કે તેઓ તપાસ કરી રહ્યા છે અને જ્યારે તપાસ કરે છે ત્યારે તેઓ હકીકત સુધી પહોંચવાના રસ્તા શોધી લે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NRI News US Green Card Donald Trump

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ