બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / નવા વર્ષના પહેલા દિવસે જર્મનીમાં ભારતીય યુવકનું મોત, આગથી બચવા બિલ્ડિંગ પરથી માર્યો હતો કૂદકો

NRI / નવા વર્ષના પહેલા દિવસે જર્મનીમાં ભારતીય યુવકનું મોત, આગથી બચવા બિલ્ડિંગ પરથી માર્યો હતો કૂદકો

Vidhata Gothi

Last Updated: 11:45 AM, 2 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Student Died in Germany: મકર સંક્રાંતિના તહેવાર પર પરિવાર તેના ઘરે આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, પણ વર્ષના પહેલા જ દિવસે એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા પછી જર્મનીમાં ભારતીય યુવકનું મોત થઈ ગયું.

જર્મનીમાં અભ્યાસ કરવા ગયેલા એક ભારતીય વિદ્યાર્થીનું નવા વર્ષના દિવસે તેના એપાર્ટમેન્ટમાં આગ લાગતાં દુઃખદ મૃત્યુ થઈ ગયું. જર્મનીની રાજધાની બર્લિનમાં બુધવારે રાત્રે ભીષણ આગ લાગ્યા પછી ભારતીય વિદ્યાર્થી આગ અને ધુમાડાથી બચવાનો પ્રયાસ કરતી વખતે એપાર્ટમેન્ટના ઉપરના માળેથી કૂદી પડ્યો, જેના કારણે તેના માથામાં ઈજા થઈ. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

માહિતી પ્રમાણે, તેલંગાણાના થોકાલા રિતિક રેડ્ડી ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયા હતા. અહેવાલો પ્રમાણે, રેડ્ડી જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા તે એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ. આગ અને ધૂમાડાથી બચવાના પ્રયાસમાં, તેણે ઇમારત પરથી કૂદકો મારી દીધો. આનાથી તેના માથામાં ગંભીર ઇજાઓ થઈ. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પણ કમનસીબે, તેનું મોત નીપજ્યું. 25 વર્ષીય થોકાલા રિતિક રેડ્ડી મૂળ તેલંગાણાના જનગાવ જિલ્લાના ચિલાપુર મંડલના મલકાપુર ગામનો વતની હતો.

vtv app promotion

રિતિક રેડ્ડીનો પરિવાર સંક્રાંતિના તહેવાર પર તેના ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ નવા વર્ષના પહેલા દિવસે આ દુર્ઘટના બની. તેના નિધનના સમાચારથી પરિવાર શોકમાં ડૂબી ગયો. માહિતી પ્રમાણે, રિતિક રેડ્ડી જૂન 2023માં યુરોપ યુનિવર્સિટીમાં એમ.એસ. કરવા માટે જર્મનીના મેગ્ડેબર્ગ ગયો હતો. તેણે 2022માં વાગદેવી એન્જિનિયરિંગ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું. કહેવાઈ રહ્યું છે કે રિટીકે દશેરા દરમિયાન રજા ન લઈને જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં સંક્રાંતિ માટે ઘરે પાછા ફરવાનો પ્લાન કર્યો હતો.

આ પણ વાંચો: વિદેશ જવા અહીં ક્લિક કરીને શોધો નોકરી, જેની માટે એજન્ટની કોઇ જ નથી જરૂર!

જર્મનીમાં સ્થાનિક અધિકારીઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે. દરમિયાન, રિતિકનો પરિવાર અને મિત્રો તેના મૃતદેહને તેના વતન ગામમાં પાછા લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે તેલંગાણામાં વિદેશ મંત્રાલય (MEA) અને જર્મનીમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NRI News Telangana Indian Student died in Germany
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ