બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં મોડી રાત્રે ઇન્ડિયન યુવતી નોકરીએથી ઘરે જવા નીકળી, અને પછી જે બન્યું.., જાણીને ધ્રૂજી ઉઠશો!
Nidhi Panchal
Last Updated: 01:13 PM, 28 June 2025
કેનેડાના મેનિટોબા રાજ્યના વિન્નિપેગ શહેરમાં રહેતી ભારતીય યુવતી તનપ્રીત કૌર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. 23 વર્ષની તનપ્રીત કૌર 23 જૂનની મોડી રાત્રે પોતાની નોકરી પરથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે રોસલિન રોડના 1-99 બ્લોક નજીક બે અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કર્યો. તનપ્રીત પર ચાકૂ વડે પેટ અને છાતી પર ઘા મારવામાં આવ્યા હતા અને તેનો મોબાઈલ ફોન પણ લૂંટી લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિન્નિપેગ પોલીસે આપેલી માહિતી મુજબ, હુમલાખોર બે લોકો હતા એક યુવતી અને એક યુવક. યુવતી એ તનપ્રીતને પાછળથી ધક્કો મારીને તેનો ફોન અને ઓળખ વિશે પૂછપરછ કરી હતી અને તરત જ તેના પર ચાકૂથી હુમલો કર્યો. યુવક પાસે ઊભો રહ્યો પરંતુ હુમલામાં સીધો સામેલ નહોતો. હુમલાના સમયે તનપ્રીતે હુમલાખોરોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો અને એક ચાકૂ છીનવી લીધું હતું છતાં, હુમલાખોરોએ તેના પર સતત હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
અસપાસ હાજર લોકો તરત જ દોડી આવ્યા અને 911 પર પોલીસને જાણ કરી. એટલામાં હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત તનપ્રીત કૌરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની પર બે સર્જરી કરવી પડી છે. પોલીસે આ ઘટનામાં 17 વર્ષની એક છોકરીને ઝડપી પાડેલી છે. તેની સામે ગંભીર હુમલો, લૂંટ અને અન્ય ગુનાઓની કલમો હેઠળ કેસ નોંધાયો છે. હાલમાં તેને કસ્ટડીમાં રાખવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારતીયો H-1B વિઝાને લગતા આ નિયમ પહેલા સમજી લેજો, તો રહેશો ફાયદામાં
ADVERTISEMENT
તનપ્રીત કૌર પંજાબના ફરિદકોટની વતની છે અને તે 2021માં કેનેડા ગઈ હતી. હાલમાં તેને કેનેડાની વર્ક પરમિટ મળી ગઈ છે. તેના પરિવાર માટે ચિંતાની વાત એ છે કે તનપ્રીતનો ભાઈ હરસિરત સિંહ પણ કેનેડામાં રહે છે. આ ઘટનાએ વિદેશમાં રહેલા ભારતીયો માટે સુરક્ષા વિશે નવા પ્રશ્નો ઉભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.