બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / now you can reduce weight by just sleeping

Health tips / માનવામાં નહી આવે! સૂતા સૂતા પણ ઘટાડી શકાય છે વજન!, અપનાવો આ સરળ ઉપાય

Jaydeep Shah

Last Updated: 05:31 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું? વધારે સૂવાથી પણ ઘટાડી શકાય છે વજન! જાણો વિગતવાર

  • શિકાગો યુનિવર્સીટીના એક રિસર્ચમાં થયો ખુલાસો 
  • વધારે સુવાથી ઘટે છે વજન 
  • ત્રણ વર્ષોમાં 12kg સુધી ઘટશે વજન 

વધારે સુવાથી ઘટે છે વજન 
રિસર્ચ અનુસાર, જે લોકો રોજ એક કલાક વઘારે સુવે છે, તેમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. આ રિસર્ચ શિકાગો યુનિવર્સીટીના રિસર્ચર્સ દ્વારા થયું હતું તથા તેમણે આ દાવો કર્યો છે. 
રિસર્ચર્સ અનુસાર, દર રાત્રે એક કલાકની એકસ્ટ્રા ઊંઘ લેવાથી વધારે વજનવાળા લોકોને એક વર્ષમાં લગભગ ત્રણ કિલો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. આ રિસર્ચમાં 21 થી 40 ની ઉંમરના આવા 80 લોકો શામેલ થયા હતા, જે રોજ 6.5 કલાકથી ઓછી ઊંઘ લેતા હતા. 

1 કલાક વધારે સૂવાવાળા લોકોએ 270 કેલરીનું સેવન કર્યું ઓછું 
જે લોકો પર સ્ટડી કરવામાં આવી તેમની ઊંઘની પેટર્નની તપાસ પહેલા સ્માર્ટવોચ દ્વારા કરવામાં આવી તથા ત્યાર બાદ તેમના યૂરીનથી કેલેરીના સેવનને ટ્રેક કરવામાં આવ્યું. રિસર્ચ દ્વારા જાણ થઇ કે જે લોકો રોજ 1.2 કલાક 20 મિનિટ અધિક સુવે છે, તે લોકોએ 270 ઓછી કેલરીનું સેવન કર્યું હતું. 

ત્રણ વર્ષમાં 12kg ઓછું થશે વજન 
સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો કે આવું કરવાથી એક વર્ષમાં 4kg વજન ઘટાડી શકાય છે. સ્ટડીના લેખક ડૉ એસરા તસલી અનુસાર, જો લાંબા સમય સુધી પર્યાપ્ત ઊંઘ લેવામાં આવે તો આદત ટકાવી રાખવી જોઈએ, જેથી વજન ઘટાડી શકાય. ઘણા લોકો વજન ઘટાડવા માટે પોતાના કેલરી સેવનને ઓછું કરવાના રસ્તાઓ શોધતા હોય છે, પરંતુ અમુક કલાકની એકસ્ટ્રા ઊંઘ લેવાથી વજન ઘટી શકે છે.  સ્ટડીમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો ઊંઘની પેટર્નને આમ જ જાળવવામાં આવે તો અધિક સૂવાવાળા લોકો 3 વર્ષમાં 12kg વજન ઘટાડી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Health Weightloss lifestyle Health
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ