બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now this shop will open in every street, the poor and middle class will get a big benefit

નિવેદન / હવે દરેક ગલીમાં ખુલશે આ દુકાન, ગરીબ અને મિડલ ક્લાસને થશે મોટો લાભ: PM મોદીએ લાલ કિલ્લાથી જ કર્યું એલાન

Priyakant

Last Updated: 02:21 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jan Aushadhi Kendra News: રાષ્ટ્રને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું, જો કોઈને ડાયાબિટીસ થાય છે તો તેને મહિને લગભગ 3000 રૂપિયા ખર્ચવા પડે છે, પણ હવે......

  • PM મોદીએ જન ઔષધિ કેન્દ્રને લઈને કરી મોટી જાહેરાત
  • જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરાશે
  • લગભગ દરેક ગલીઓમાં જન ઔષધિ કેન્દ્રો ખુલતા જોવા મળશે: PM મોદી

ભારતના 77મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં જન ઔષધિ કેન્દ્રને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનું લક્ષ્ય દેશભરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાનો છે. જેનરિક દવાઓની ઉપલબ્ધતા વધારવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાની સાથે તે લોકો માટે આવકનો સારો સ્ત્રોત પણ બની રહી છે. 

જન ઔષધિ કેન્દ્રોની મહત્વની ભૂમિકા
જન ઔષધિ કેન્દ્રો દેશના લોકોને રોગોની સારવાર માટે સસ્તા ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2024 સુધીમાં દેશભરમાં 10,000 જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જે લગભગ સમય પહેલા પૂર્ણ થઈ ગયો છે. 

નિર્મલા સીતારમણે શું કહ્યું હતું ? 
તાજેતરમાં સંસદમાં તેમના ભાષણ દરમિયાન કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે આંકડા રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 2014માં સમગ્ર દેશમાં માત્ર 80 જન ઔષધિ કેન્દ્રો હતા. પરંતુ મોદી સરકારના છેલ્લા 9 વર્ષમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધીને 9,884 થઈ ગઈ છે.

લાલ કિલ્લા પરથી PM મોદીએ શું કહ્યું ? 
મંગળવારે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું, જો કોઈને ડાયાબિટીસ થાય છે તો તેને મહિને લગભગ 3000 રૂપિયા ખર્ચવા પડે છે. રોગોની સારવારમાં વપરાતી દવાઓ જેની કિંમત 100 રૂપિયા છે તે આ જન ઔષધિ કેન્દ્રોમાં માત્ર 10 થી 15 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

દરેક ગલીઓમાં જન ઔષધિ કેન્દ્રો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ હવે દેશની લગભગ દરેક ગલીઓમાં જન ઔષધિ કેન્દ્રો ખુલતા જોવા મળશે. કારણ કે સરકાર પહેલાથી જ પોતાનો જૂનો ટાર્ગેટ પૂરો કરવાની નજીક છે અને PM મોદીએ દોઢ ગણા કેન્દ્રો સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પહેલા કરતા ઘણા વધુ કેન્દ્રો થયા છે. જણાવી દઈએ કે, લોકોને સસ્તી જેનરિક દવાઓ પૂરી પાડતા આ જન ઔષધિ કેન્દ્રો વાસ્તવમાં એક નાના મેડિકલ સ્ટોર જેવા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ