બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now the cost of gender reassignment will also be available under the Ayushman Bharat Yojana

યોજના / હવે સેક્સ ચેન્જ કરાવવાનો ખર્ચ પણ ઉઠાવશે સરકાર, આમને મળશે આયુષ્માન ભારત યોજનાનો ફાયદો

Hiralal

Last Updated: 05:30 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનામાં એક નવો નિયમ જોડ્યો છે. આ નવા નિયમ હેઠળ ટ્રાન્સજેન્ડરને મેડિકલ કવરની ઉપરાંત સેક્સ ચેન્જ ઓપરેશન માટે આ કાર્ડનો ઉપયોગ કરી શકાશે.

  • સેક્સ ચેન્જ કરાવવા માગતા લોકો માટે મોટા સમાચાર
  • આયુષ્માન યોજનામાં સરકારે જોડ્યો નવો નિયમ 
  • સેક્સ ચેન્જનો 5 લાખનો ખર્ચ ભોગવશે સરકાર 
  • ટ્રાન્સજેન્ડર સેક્સ ચેન્જ ઓપરેશન માટે આ કાર્ડનો ઉપયોગ કરી શકશે 

સેક્સ ચેન્જ કરાવી શકે છે ટ્રાન્સજેન્ડર્સ 
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડધારકોને દર વર્ષે તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે 5 લાખ રુપિયા સુધીનું વીમા કવર આપવાની જોગવાઈ છે. હવે સરકારની નવી યોજના સ્માઈલ (SMILE)  હેઠળ આ વીમાનો ફાયદો ટ્રાન્સજે્ડરો પણ ઉઠાવી શકશે. જો કોઈ ટ્રાન્સજે્ન્ડર પોતાની સેક્સ ચેન્જ કરાવવા માગતા હોય તો તેનો લાભ લઈ શકે છે. અત્યાર સુધી તો આ ઓપરેશનમાં મોટી રકમનો ખર્ચ થતો હતો. 

ટ્રાન્સજેન્ડર્સના વિકાસ માટે બજેટ
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સચિવ આર સુબ્રમણ્યમે અમારા સહયોગી ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું કે નવી યોજનામાં પાંચ અલગ અલગ થીમ છે, શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, પુનર્વસન અને આર્થિક સંબંધો. ટ્રાન્સજેન્ડર્સના સ્વાસ્થ્ય માટે આયુષ્માન ભારત અંતર્ગત પેકેજ પર કામ કરવામાં આવી રહ્યું છે. તે જરૂરી શસ્ત્રક્રિયાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની તબીબી સહાયને આવરી લેશે.

સ્મિત યોજના 12 ઓક્ટોબરથી શરૂ થશે
સામાજિક ન્યાય મંત્રાલય 12 ઓક્ટોબરના રોજ આજીવિકા અને એન્ટરપ્રાઇઝ (SMILE) માટે સીમાંત વ્યક્તિઓ માટે આધાર યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત ટ્રાન્સજેન્ડર્સની સર્જરી અને તબીબી સહાય માટે વીમો પણ આપવામાં આવશે.  કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર્સના કલ્યાણ અને ઉત્થાન માટે પંચવર્ષીય યોજનામાં 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

પીએમ મોદીની મનપસંદ યોજના
પીએમ મોદી ઘણીવાર આ યોજનાનો ઉલ્લેખ કરે છે. રાજકીય રેટરિકમાં આયુષ્માન યોજનાનો પણ ઉલ્લેખ છે. આ યોજના દરેક ભાજપ શાસિત રાજ્યમાં લાગુ કરવામાં આવી છે, પરંતુ ઘણા રાજ્યો એવા છે જ્યાં ભાજપની સરકાર નથી, લોકોને તેનો લાભ મળતો નથી. પીએમ મોદી અવારનવાર આ મામલે વિપક્ષને નિશાન બનાવે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબ, વંચિત અને નબળા વર્ગના 10 કરોડ પરિવારોને આરોગ્ય વીમો મળે છે. આ યોજના હેઠળ, આ પરિવારો એટલે કે 50 કરોડ લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો મળે છે. જો કે, આ યોજનાનો લાભ લેવા માટે, તમારી પાસે ચોક્કસ પાત્રતા હોવી આવશ્યક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ