બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Now graduation not 3 years but....: UGC may take big decision, may extend deadline

BIG BREAKING / હવે ગ્રેજ્યુએશન 3 વર્ષ નહીં પણ....: UGC લઇ શકે છે મોટો નિર્ણય, લંબાઇ શકે છે સમયમર્યાદા

Megha

Last Updated: 12:38 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુજીસીએ 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે તમામ જરૂરી નિયમો અને માર્ગદર્શિકા તૈયાર કરી છે અને સોમવારે તેને દેશની તમામ યુનિવર્સિટીઓ સાથે શેર કરવામાં આવશે

  • ચાર વર્ષનો ગ્રેજ્યુએટ કોર્સ તૈયાર કરવામાં આવ્યો 
  • આ વિદ્યાર્થીઓ તેમની મરજી પ્રમાણે કરી શકે છે કોર્સ
  • આ નવા સત્રથી શરૂ થશે આ કોર્સ 

ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ (FYUP)ની નવી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે અને એ 12મી ડિસેમ્બરે એટલે કે સોમવારે રિલીઝ કરવામાં આવશે અને આ પછી શૈક્ષણિક સત્ર 2023-24થી દરેક યુનવર્સિટીમાં 4-વર્ષના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો (BA, B.Com, B.Sc.) વગેરેમાં રજીસ્ટ્રેશન શરૂ થશે. જણાવી દઈએ કે યુજીસીએ 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે તમામ જરૂરી નિયમો અને માર્ગદર્શિકા તૈયાર કરી છે અને સોમવારે આ 4-વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટેના આ નિયમો દેશની તમામ યુનિવર્સિટીઓ સાથે શેર કરવામાં આવશે.

ચાર વર્ષનો ગ્રેજ્યુએટ કોર્સ તૈયાર કરવામાં આવ્યો 
દેશભરની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં આવનાર સત્રથી 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ લાગુ કરવામાં આવશે આ સાથે જ કેન્દ્રીય યુનિવર્સિટીઓ મોટાભાગની રાજ્ય અને ખાનગી યુનિવર્સિટીઓ પણ 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્ષ લાગુ કરશે. આ સિવાય દેશભરની 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઝ' પણ આ 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામને લાગુ કરવા માટે સહમતી આપવામાં આવશે. UGCના અધ્યક્ષ પ્રોફેસર એમ જગદીશ કુમારના જણાવ્યા અનુસાર 2023-24થી જ્યાં તમામ નવા વિદ્યાર્થીઓ પાસે ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સનો વિકલ્પ હશે અને આ સાથે જ જૂના વિદ્યાર્થીઓ માટે પણ 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સની સ્કીમને મંજૂરી મળી શકે છે.

વિદ્યાર્થીઓ તેમની મરજી પ્રમાણે કરી શકે છે કોર્સ
એટલે કે તેનો સીધો અર્થ એ છે કે જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ત્રણ વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્ષમાં પ્રવેશ લીધો છે એમને પણ આવતા સત્રમાં ચાર વર્ષના ડિગ્રી પ્રોગ્રામમાં જોડાવાની તક મળી શકે છે. આ સાથે જ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અનુસાર તમામ વિદ્યાર્થીઓ માટે 4 વર્ષનો અંડરગ્રેજ્યુએટ કોર્સનો જ કરવો પડશે. હાલણઆ વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ માટે ફરજ પાડવામાં આવશે નહીં જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો પહેલાથી જ ચાલી રહેલા 3-વર્ષના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ચાલુ રાખી શકે છે.

આ નવા સત્રથી શરૂ થશે આ કોર્સ 
પ્રોફેસર જગદીશ કુમારના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીઓમાં પહેલાથી નોંધાયેલા વિદ્યાર્થીઓને પણ 4-વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સનો ભાગ બનવાની તક મળશે. આવા વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમ કે બીજા વર્ષમાં છે, તેઓ ઈચ્છે તો તેમને 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સનો વિકલ્પ પણ પ્રદાન કરી શકાય છે. જો કે, તે આવતા વર્ષે એટલે કે 2023-24થી શરૂ થતા નવા સત્રથી જ શરૂ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ