બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Now Gautam Adani will compete with IRCTC, bought this big company related to online train ticket booking

બિઝનેસ / હવે રેલવે સેક્ટરમાં આવ્યા ગૌતમ અદાણી: સીધી જ IRCTC ને આપશે ટક્કર, જુઓ કઈ મોટી ડીલ કરવાની તૈયારીમાં

Megha

Last Updated: 11:59 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી જૂથ ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ બિઝનેસમાં એન્ટ્રી કરીને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ઈજારાશાહીને ટક્કર આપવા આવી રહી છે.

  • ટ્રેન ટિકિટના ઓનલાઈન બુકિંગ બિઝનેસમાં પ્રવેશ કરશે ગૌતમ અદાણી 
  • અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં IRCTCને આપશે ટક્કર 
  • અદાણીએ આ કંપનીનો  100% હિસ્સો ખરીદ્યો

અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં જ ટ્રેન ટિકિટના ઓનલાઈન વેચાણના બિઝનેસમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આ સાથે અદાણી જૂથ ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ બિઝનેસમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ઈજારાશાહીને પડકારશે. જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઇઝિસે શેરબજારને તેના આ પગલાં વિશે સૂચના આપી દીધી છે. કંપનીએ માહિતી આપી હતી કે તેણે સ્ટાર્ક એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનમેનમાં 100 ટકા હિસ્સો મેળવવા માટે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

અદાણીએ  100% હિસ્સો ખરીદ્યો
અદાણી એન્ટરપ્રાઇઝે શેરબજારને કરાર અંગે માહિતી આપી છે. સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સો ખરીદવાના સંબંધમાં શેર ખરીદી કરાર વિશે માહિતી આપતાં, અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી હતી કે અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (ADL) જે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે સ્ટાર્ક એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ (SEPL) સાથે તેણે હિસ્સો ખરીદી કરારમાં પ્રવેશ કર્યો છે.  100% હિસ્સાના સૂચિત સંપાદનના સંબંધમાં એક શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

હિન્ડેનબર્ગ આંચકા પછી 100% રિકવરી 
ફેબ્રુઆરી 2023ના અંતે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે ભારે વેચાણને પગલે NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેર લગભગ 1195ની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેના વર્ષ-દર-વર્ષના નીચા સ્તરેથી રિકવરી થઈને, અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત ગયા સપ્તાહે શુક્રવારે લગભગ 2505ના સ્તરે હતી. કંપનીએ ચાર મહિના કરતાં ઓછા સમયમાં 100 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ