બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Now Ahmedabad-Jamnagar Vande Bharat will also stand in Sanand

મોટા સમાચાર / હવે સાણંદમાં પણ ઉભી રહેશે અમદાવાદ-જામનગર વંદે ભારત, કેન્દ્રીય રેલવે મંત્રીની મોટી જાહેરાત

Priyakant

Last Updated: 10:36 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad-Jamnagar Vande Bharat Train News: સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન કંપનીની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુહૂર્તમાં હાજર રહેલ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની વંદે ભારતને સાણંદમાં સ્ટોપ આપવાની જાહેરાત

  • અમદાવાદ-જામનગર વચ્ચે દોડશે વંદે ભારત 
  • અશ્વિની વૈષ્ણવ દ્વારા કરાઈ જાહેરાત 
  • સાણંદમાં વંદે ભારતનો સ્ટોપ અપાશે  

Ahmedabad-Jamnagar Vande Bharat Train : સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર સામેં આવ્યા છે.હવે જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવા ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળતા જ મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બિઝનેસને વધુ વેગ મળશે. આ તરફ હવે આજે સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન કંપનીની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુહૂર્તમાં હાજર રહેલ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જામનગર-અમદાવાદ વંદે ભારતને સાણંદમાં સ્ટોપ આપવાની જાહેરાત કરી છે. 

સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન કંપનીની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ-જામનગર વચ્ચે શરૂ થનાર વંદે ભારત ટ્રેનને લઈ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેરાત કરાઇ હતી. જેમાં તેમણે કહ્યું કે, સાણંદમાં વંદે ભારતનો સ્ટોપ આપવામાં આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, આગામી સમયમાં સાણંદમાં વર્લ્ડ ક્લાસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે.

અમદાવાદ-જામનગર વચ્ચે શરુ થશે વંદે ભારત ટ્રેન 
સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર સામેં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓની પરિવહન સેવામાં વધારો થયો છે અને હવે જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવા ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ ટ્રેનનું ટ્રાયલ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને રવિવારથી સત્તાવાર આ ટ્રેન દોળતી થઇ જશે. સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળતા જ મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બિઝનેસને વધુ વેગ મળશે.

સપ્તાહમાં છ દિવસ દોડશે આ ટ્રેન
વાત કરીએ સૌરાષ્ટ્રમાં દોડનારી પ્રથમ વંદે ટ્રેનની તો આ ટ્રેન જામનગરથી અમદાવાદ સપ્તાહમાં છ દિવસ દોડશે. પરંતુ 24 તારીખ રવિવારથી આ ટ્રેનને વડાપ્રધાન મોદીની વર્ચ્યુંલ ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત રીતે શરુ કરાશે. સામાન્ય રીતે જામનગરથી અમદાવાદ જવામાં 6થી 7 કલાકનો સમય લાગતો હતો. તે હવે આ ટ્રેનની ભેટ મળતા ઘટીને માત્ર 4:30  કલાકનો થઈ જશે.

ક્યાં ક્યાં સ્ટેશન પર ઊભી રહેશે આ ટ્રેન
સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેન વહેલી સવારે 5:30 વાગ્યે જામનગરથી ઉપાડશે જે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામથી સાબરમતિ રેલવે સ્ટેશને 10:10 કલાકે પહોંચશે. તો પછી અમદાવાદ સાબરમતીથી સાંજે 6 વાગ્યે ઉપડશે જે રાત્રે 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આ વંદે ભારત ટ્રેનમાં કુલ 8 કોચ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ