બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Notice to 728 units in Ahmedabad: AMC collects 14.77 lakh fine in just one week

કાર્યવાહી / અમદાવાદમાં 728 એકમોને નોટિસ: માત્ર એક જ સપ્તાહમાં મનપાએ વસૂલ્યો 14.77 લાખનો દંડ, હવે જાહેરમાં ગંદકી કરનારની ખેર નહીં

Malay

Last Updated: 08:38 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગંદકી કરનારાઓ સામે AMCએ લાલ આંખ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરનારા એકમોને દંડ ફટકારવામાં આવ્યો છે.

 

  • ગંદકી કરનારા સામે AMCની કાર્યવાહી
  • રસ્તા પર ગંદકી કરનારા એકમોને દંડ ફટકાર્યો
  • પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 728 એકમને નોટિસ

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ હેઠળ તંત્ર દરરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે આકરાં પગલાં ભરી રહ્યું છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો વિરુદ્ધ સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી કરનારાઓ સામે AMCએ લાલ આંખ કરી છે. 

Image

એક અઠવાડિયામાં વસૂલ્યો 14.77 લાખનો દંડ
અમદાવાદ કોર્પોરેશનને જાહેરમાં ગંદકી કરનારા 62 લોકો પાસેથી 1.41 લાખનો દંડ વસૂલ્યો છે. જ્યારે એક જ અઠવાડિયામાં જાહેર રસ્તા પર ગંદકી કરનારા એકમો પાસેથી 14.77 લાખનો દંડ વસૂલ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 728 એકમને નોટિસ ફટકારી છે અને 207 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. તો જાહેર રસ્તા પર મકાનનો કાટમાળ ફેંકાનાર સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી છે.  

Image

મધ્ય જોનમાં 7 એકમો કરાયા સીલ
મધ્ય ઝોનની વાત કરીએ મધ્ય ઝોનમાં ગંદકી સહિતના મામલે 10 દિવસમાં રૂ.1,90,300નો દંડ વસૂલાયો છે. મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા.16થી 26 જૂન સુધીના 10 દિવસના સમયગાળામાં જાહેર રોડ પર કચરો ફેંકી ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ડસ્ટબિન સહિતના મામલે  કસુરવાર એકમો પાસેથી રૂ.1,90,300નો વહીવટી ચાર્જ વસુલાયો હતો. આ ઉપરાંત કુલ 7 એકમોને સીલ કરાયા હતા. 

હાથ ધરાઈ હતી સઘન ચેકિંગ ઝુંબેશ
અત્રે ઉલ્લેખીય છે કે, જાહેર માર્ગો પર ગંદકી કરનારા ધંધાકીય એકમો, ચાની કીટલી, પાનના ગલ્લા વગેરે સ્થળોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સહિતના મામલે તેમજ ડસ્ટબિન ન રાખતા એકમો સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. તા 16થી 26 જૂન સુધીના સમયગાળામાં સત્તાવાળાઓએ કુલ 107 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ