બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / notice to 111 primary teachers of mahemdavad regarding CCC bogus certificate

કૌભાંડ / CCCના બોગસ સર્ટી મામલે મહેમદાવાદના 111 પ્રાથમિક શિક્ષકોને નોટિસ, માત્ર 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ

Dhruv

Last Updated: 12:39 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં CCCના ખોટા સર્ટિફિકેટનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. બનાસકાંઠા બાદ હવે ખેડામાં પણ CCCના બોગસ સર્ટીનું કૌભાંડ ઝડપાયું છે. જે મામલે કાર્યવાહી પણ હાથ ધરાઇ છે.

  • ખેડામાં CCCના બોગસ સર્ટીફિકેટ મામલે કાર્યવાહી
  • મહેમદાવાદના 111 પ્રાથમિક શિક્ષકોને નોટિસ પાઠવાઇ
  • શિક્ષકોને સાત દિવસમાં જ ખુલાસો કરવા આદેશ

CCCના ખોટા સર્ટીફિકેટના કૌભાંડમાં બનાસકાંઠા બાદ હવે ખેડાના મહેમદાવાદ તાલુકાના શિક્ષકો સૌથી વધુ સામેલ છે. બોગસ CCC અને CCC+ના પ્રમાણપત્ર મામલે ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગે મહેમદાવાદના 111 પ્રાથમિક શિક્ષકોને નોટિસ પણ ફટકારી છે.

ખોટા પુરાવાના લીધે પ્રાથમિક શિક્ષકોએ છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો

શિક્ષકોએ ગર્લ્સ પોલિટેક્નિક અમદાવાદના બોગસ પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. આ બોગસ સર્ટીના આધારે શિક્ષકોએ પ્રથમ, બીજા અને ત્રીજા ઉચ્ચતર પગારનો લાભ લીધો હતો. આથી 
ખોટા પુરાવાના લીધે પ્રાથમિક શિક્ષકોએ છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો હતો. જોકે ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષકોને સાત દિવસની અંદર આ મામલે ખુલાસો કરવા આદેશ આપ્યો છે. તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં સૌથી વધુ બોગસ પ્રમાણપત્ર ખેડા જિલ્લામાંથી સામે આવ્યા છે. એક જ તાલુકામાં એક-સાથે મોટા પ્રમાણમાં નોટીસ આપ્યાનો આ પ્રથમ બનાવ છે. મહુધા, કઠલાલ, કપડવંજ અને ગળતેશ્વરમાં પણ બોગસ સર્ટી કેસો સામે આવ્યા છે.

બનાસકાંઠામાં પણ 22 પ્રાથમિક શાળાના શિક્ષકોએ બોગસ સર્ટી રજૂ કર્યા હતા

મહત્વનું છે કે, આ કૌભાંડમાં 69 શિક્ષકોએ 9 અને 31 વર્ષનો ઉચ્ચતર પગારનો લાભ નથી લીધેલો. જ્યારે બાકીના 42 શિક્ષકોએ લાભ લીધો હોવાનું માલુમ પડતાં આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઇ હતી. આમાંથી કેટલાક શિક્ષકો તો પગારનો લાભ લઈને નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં પણ 22 પ્રાથમિક શાળાના શિક્ષકોએ બોગસ સર્ટી રજૂ કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ