બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Not the White House, America's most tight security resides in this place, you will be shocked to know the reason

અભેદ સુરક્ષા / વ્હાઇટ હાઉસ નહીં, અમેરિકાના આ સ્થળે રહે છે સૌથી વધારે ટાઇટ સિક્યોરિટી, કારણ જાણીને ચોંકી જશો

Megha

Last Updated: 09:41 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં જ એક એવી જગ્યા છે, જેની સુરક્ષા રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધારે છે. તેનું નામ 'ફોર્ટ નોક્સ' (Fort Knox) છે, જ્યાં અમેરિકાએ તેનું ગોલ્ડ રિઝર્વ (America Gold Reserve)રાખે છે.

  • અમેરિકાની સૌથી સુરક્ષિત બિલ્ડિંગ વ્હાઇટ હાઉસ નથી 
  • 'ફોર્ટ નોક્સ'ની સુરક્ષા રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધારે છે
  • તિજોરીમાં રાખવામાં આવ્યું છે અમેરિકાનું ગોલ્ડ રિઝર્વ 

PM નરેન્દ્ર મોદી 21 જૂનથી 24 જૂન સુધી 4 દિવસના યુએસ પ્રવાસ પર છે. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં કડક સુરક્ષા વચ્ચે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિને લાગે છે કે વિશ્વની સૌથી સુરક્ષિત ઈમારત અમેરિકાનું સંસદ ગૃહ એટલે કે વ્હાઇટ હાઉસ છે. અમેરિકા અને દુનિયાની સૌથી સુરક્ષિત બિલ્ડિંગ વ્હાઇટ હાઉસ નહીં પણ બીજું કોઈ છે. આ ઈમારત વ્હાઇટ હાઉસ કરતાં વધુ સુરક્ષિત છે. 

આ છે અમેરિકાની સૌથી સુરક્ષિત બિલ્ડિંગ 
તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં જ એક એવી જગ્યા છે, જેની સુરક્ષા રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધારે છે. તેનું નામ 'ફોર્ટ નોક્સ' (Fort Knox) છે, જ્યાં અમેરિકાએ તેનું ગોલ્ડ રિઝર્વ (America Gold Reserve)રાખે છે. એવું કહેવાય છે કે તેની સુરક્ષામાં ખાડો પાડવો કોઈના માટે શક્ય નથી.

તિજોરીમાં રાખવામાં આવ્યું છે અમેરિકાનું ગોલ્ડ રિઝર્વ 
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ગોલ્ડ રિઝર્વના સંદર્ભમાં ટોચ પર છે. 8,133 મેટ્રિક ટન સોના સાથે, તેની પાસે વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર છે. આ સોનું કેન્ટુકીના ફોર્ટ નોક્સમાં (Fort Knox) રાખવામાં આવ્યું છે. ફોર્ટ નોક્સનું સાચું નામ 'યુનાઈટેડ સ્ટેટ્સ બુલિયન ડિપોઝિટરી' છે. સ્ટીલ ફેસિંગ અને મજબૂત સુરક્ષાને કારણે તે ફોર્ટ નોક્સ તરીકે જાણીતું બન્યું.

ફોર્ટ નોક્સમાં પરિસરમાં સેનાના જવાનો પરિવાર સાથે રહે છે 
આ ખૂબ મોટી જગ્યા છે, જેના પરિસરમાં સેનાના જવાનો અને તેમના પરિવારો રહે છે. અહીં એક ઈમારતની અંદર તે તિજોરી છે, જેમાં સોનું રાખવામાં આવ્યું છે. અમેરિકાનો તેની સુરક્ષામાં વિશ્વાસનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકી ચૂંટણીઓમાં નેતાઓ ઘણીવાર એવું કહેતા જોવા મળ્યા છે કે ચૂંટણી પ્રક્રિયા ફોર્ટ નોક્સ જેટલી મજબૂત હોવી જોઈએ. જણાવી દઈએ કે સોનું અહીં બારના રૂપમાં રાખવામાં આવે છે, જેને બુલિયન પણ કહેવામાં આવે છે. આ 99.5% શુદ્ધ સોનું છે. દરેક બારનું વજન આશરે 12.5 કિગ્રા છે. અમેરિકાએ પોતાના સોનાનો અડધો ભાગ અહીં રાખ્યો છે. 

ફોર્ટ નોક્સમાં સુરક્ષા કેવી છે? 
આ જગ્યા 1930ની આસપાસ બનાવવામાં આવી હતી. તે સમયે પણ તેના નિર્માણનો ખર્ચ 6 લાખ ડોલરથી વધુ હતો. આ ઈમારત લગભગ 16,000 ઘનફૂટ ગ્રેનાઈટ અને 4,500 યાર્ડ કોંક્રીટથી બનેલી છે. તેને બનાવવામાં હજારો ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે પરમાણુ વિસ્ફોટ પણ તેમને અસર કરશે નહીં. તેનો દરવાજો પણ ઘણો ભારે છે. તેનું વજન 22 ટન હોવાનું કહેવાય છે અને તે બ્લાસ્ટ પ્રૂફ મટિરિયલથી બનેલું છે. તેને ખોલવા કે બંધ કરવા માટે સેનાના ઘણા ટ્રેન્ડ સૈનિકોની જરૂર પડે છે. આ સમગ્ર સ્થળની સુરક્ષા માટે 40 હજાર સૈનિકો હંમેશા તૈનાત રહે છે.

આ સાથે જ આધુનિક ઈલેક્ટ્રોનિક સુરક્ષા સુવિધાઓ પણ ત્યાં રાખવામાં આવી છે ઉદાહરણ તરીકે, સેન્સર, કેમેરા અને એલાર્મ ઇન્સ્ટોલ કરેલા છે. તેમજ મોશન ડિટેક્ટર પણ ફીટ કરવામાં આવ્યા છે, જે કોઈપણ ગતિવિધિને તરત પકડી શકે છે. એવું પણ કહેવાય છે કે જમીનની અંદર વિસ્ફોટક પદાર્થો છે. જો કોઈ વ્યક્તિ પ્રવેશવાનો પ્રયાસ કરશે, તો તે તેના શરીરના તાપમાન દ્વારા સક્રિય થઈ જશે અને બ્લાસ્ટ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ