બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / માત્ર ક્રિકેટ નહીં, ઇન્વેસ્ટમેન્ટની પિચ પર પણ વિરાટનો છે દબદબો, માત્ર આટલામાં શેર ખરીદ્યાં, હવે કિંમત 9 કરોડ

બિઝનેસ / માત્ર ક્રિકેટ નહીં, ઇન્વેસ્ટમેન્ટની પિચ પર પણ વિરાટનો છે દબદબો, માત્ર આટલામાં શેર ખરીદ્યાં, હવે કિંમત 9 કરોડ

Last Updated: 06:39 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લગભગ ચાર વર્ષ પહેલા ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સમાં કરેલા રોકાણથી મોટો ફાયદો થવાની સંભાવના છે

જો રોકાણ યોગ્ય સમયે કરવામાં આવે તો વળતર ઘણું સારું મળે છે. ઘણી વખત સમજદાર રોકાણકારો તક જોઈને જ સારી કંપનીઓમાં રોકાણ કરે છે. સ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ 4 વર્ષ પહેલા એક કંપનીમાં સમજદારીપૂર્વક રોકાણ કર્યું હતું. હવે આ કંપની જે ભાવે આઈપીઓ લઈને આવી રહી છે તેનાથી ખુબજ ઓછી કિંમતે વિરાટ અને અનુષ્કાએ તેમાં રોકાણ કર્યુ છે. હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લગભગ ચાર વર્ષ પહેલા ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સમાં કરેલા રોકાણથી મોટો ફાયદો થવાની સંભાવના છે. કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર, સેલિબ્રિટી દંપતીએ ફેબ્રુઆરી 2020માં ગો ડિજિટમાં રોકાણ કર્યું હતું.

વિરાટ-અનુષ્કા મુજબનું રોકાણ

ખાસ વાત એ છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ફેબ્રુઆરી 2020માં ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સનો સ્ટોક 75 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યો હતો. વિરાટ કોહલીએ રૂ. 2 કરોડના 2,66,667 ઇક્વિટી શેર ખરીદ્યા હતા. જ્યારે અનુષ્કા શર્માએ 50 લાખ રૂપિયામાં 66,667 ઇક્વિટી શેર ખરીદ્યા હતા. આ રીતે પતિ-પત્ની બંનેએ મળીને રૂ.2.5 કરોડનું રોકાણ કર્યું હતું. હવે ગો ડિજીટ 15મી મેના રોજ તેનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 258 થી રૂ. 272 ​​વચ્ચે નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, વિરાટ અને અનુષ્કાને ઇશ્યૂ પ્રાઇસમાંથી 262% વળતર મળી શકે છે.

આ પણ વાંચોઃ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નુકસાન થઈ શકે

2.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, હાલ 9 કરોડનું થઇ ગયું

જો IPOની કિંમત પરથી વિરાટ અને અનુષ્કાના શેરની કિંમત ગણવામાં આવે તો 272 રૂપિયાના અપર બેન્ડ પ્રમાણે વિરાટ કોહલીના 2,66,667 શેરની કિંમત 7.25 કરોડ રૂપિયા આવે છે, જ્યારે અનુષ્કા શર્માના 66,667 શેરની કિંમત રૂ. 1.81 કરોડ. એકંદરે બંનેનું રોકાણ મૂલ્ય 9.07 કરોડ રૂપિયા થઈ રહ્યું છે જ્યારે મૂળ રોકાણ માત્ર 2.5 કરોડ રૂપિયા હતું. જોકે, આ કપલ આઈપીઓમાં કોઈ શેર વેચી રહ્યું નથી.

જનરલ ઈન્સ્યોરન્સ કંપની ગો ડિજિટલ જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડે શુક્રવારે તેના રૂ. 2,651 કરોડના આઈપીઓ માટે શેર દીઠ રૂ. 258 થી રૂ. 272ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કર્ણાટકના ફેરફેક્સ ગ્રૂપ દ્વારા સમર્થિત કંપનીએ જણાવ્યું હતું કે IPO 15 મેના રોજ ખુલશે અને તેના માટે અરજીઓ 17 મે સુધી આપી શકાશે. તે 14 મેના રોજ મોટા એટલે કે એન્કર રોકાણકારો માટે ખુલશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ