બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નુકસાન થઈ શકે

રોકાણ / મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નુકસાન થઈ શકે

Last Updated: 04:43 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mutual Fund Investment: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારની સંખ્યા વધી છે પરંતુ અમુક ભુલો પણ લોકો કરી રહ્યા છે. તેના કારણે રોકાણકારને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. SIPએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણને સરળ બનાવી દીધુ છે. તેના કારણે મોટા શહેરોની સાથે હવે નાના શહેરોમાં પણ લોકો એમએફમાં રોકાણ કરી રહ્યા છે.

money

હાલના સમયમાં બચતથી વધારે રોકાણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. તેનો ફાયદો લોકોને મળી રહ્યો છે. જોકે ઘણા એવા લોકો છે જે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી રહ્યા છે. નાની મોટી ભૂલ કરવી તમારૂ મોટુ નુકસાન કરીવા શકે છે. આવો જાણીએ તે કઈ કઈ ભુલો છે અને કેવી રીતે તેનાથી બચીને મોટા નુકસાનથી બચી શકાય છે.

નાણાકીય લક્ષ્ય નિર્ધારિત કર્યા વગર રોકાણ કરવું

તમારૂ રોકાણ હંમેશા નાણાકીય લક્ષ્યો સાથે જોડાયેલુ હોવું જોઈએ. આ લક્ષ્યોમાં તમારા બાળકોની શિક્ષા અને લગ્ન, ઘર ખરીદવું, વિદેશમાં વેકેશન કે સેવાનિવૃત્તિની યોજના બનાવવી શામેલ હોઈ શકે છે. જો તમારી પાસે કોઈ ખાસ લક્ષ્ય નથી તો નુકસાન થઈ શકે છે.

money-13

નાણાકીય લક્ષ્યોની જગ્યા પર રિટર્ન પર ધ્યાન આપવું

ઘણા લોકો ફાઈનાન્શિયલ ગોલની જગ્યા પર હાઈ રિટર્નને ધ્યાનમાં રાખીને રોકાણ કરે છે. બાદમાં તેમને નુકસાન ઉઠાવવાનો વારો આવે છે. ક્યારેય પણ હાઈ રિટર્નના લક્ષ્યથી રોકાણ ન કરો. બની શકે છે કે જે ફંડે બમ્પર રિટર્ન આપ્યું છે તે જ આગળ ન આપે. માટે પોતાના ગોલ અનુસાર રોકાણ કરો.

મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રેડિંગ

ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે રોકાણ ન કરી નિયમિત લાભ બુક કરવાનો પ્રયત્ન કરે છે. તે તેના માટે પોતાના યુનિટ્સને વારંવાર ખરીદે અને વેચે છે. તેનાથી અમુક સમય માટે ફાયદો તો થઈ જાય છે પરંતુ લાંબા સમયમાં તે નુકસાન આપી શકે છે.

money-14

એસઆઈપીને બંધ કરો

જ્યારે બજારમાં કડાકો થાય છે તો ઘણા રોકાણકાર ગભરાઈ જાય છે. તે મોટાભાગે રોકાણ પરત લઈ લે છે અને પોતાની વ્યવસ્થિત ચાલી રહેલી રોકાણ યોજનાઓને રોકી દે છે. આવી ભુલ ન કરો. બજારમાં તેજી કે મંદી રહે SIP કરતા રહો.

વધુ વાંચો: T20 વર્લ્ડ કપ પહેલા ખરાબ સમાચાર, વિસ્ફોટક બેટ્સમેને અચાનક કરી સંન્યાસની જાહેરાત

ડાયવર્સિફિકેશન ન કરવું

રોકાણ કરતી વખતે પોર્ટફોલિયોમાં ઈક્વિટી, ડેટ અને સોના જેવા એસેટ ક્લાસને શામેલ કરવા જોઈએ. જો તમે રોકાણના સમયે ડાયવર્સિફિકેશનના સિદ્ધાંતનું પાલન કરો છો તો તમે નિશ્ચિત રીતે પોતાના રિટર્નને વધારી શકો છો. જોકે ઘણા બધા રોકાણકાર ડાયવર્સિફિકેશન પર ધ્યાન નથી આપતા અને નુકસાન કરી બેસે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ