બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપ પહેલા ખરાબ સમાચાર, વિસ્ફોટક બેટ્સમેને અચાનક કરી સંન્યાસની જાહેરાત

ક્રિકેટ / T20 વર્લ્ડ કપ પહેલા ખરાબ સમાચાર, વિસ્ફોટક બેટ્સમેને અચાનક કરી સંન્યાસની જાહેરાત

Last Updated: 04:12 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Colin Munro Retirement: ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન કોલિન મુનરોએ પોતાના ફેન્સને ઝટકો આપ્યો છે. 37 વર્ષની ઉંમરમાં આ ખતરનાક બેટ્સમેને ઈન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસની જાહેરાત કરી દીધી છે.

ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન કોલિન મુનરોએ પોતાના ફેંસને જોરદાર ઝટકો આપ્યો છે. 37 વર્ષની ઉંમરમાં આ ખતરનાર બેટ્સમેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. ટી20 ઈન્ટરનેશનલમાં ત્રણ સેન્ચુરી મારનાર આ ખૂંખાર બેટ્સમેને તત્કાળ પ્રભાવથી ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે.

કોલિન મુનરોએ છેલ્લા 4 વર્ષથી ન્યૂઝીલેન્ડના સામે એક પણ ઈન્ટરનેશનલ મેચ નથી રમી. લાંબા સમય સુધી ટીમથી બહાર રાખવામાં આવ્યા બાદ આખરે આ બેટ્સમેને પોતાના કરિયરને લઈને મોટો નિર્ણય કરી લીધો છે. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2 ફેબ્રુઆરી 2020એ ભારતના સામે બે-ઓવલમાં રમી હતી. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 1 ટેસ્ટ, 57 વનડે અને 65 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

newsziland

બેટ્સમેને અચાનત કરી સંન્યાસની જાહેરાત

કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડના માટે 57 વનડે મેચોમાં 24.92ની સરેરાશથી 1271 રન બનાવ્યા છે જેમાંથી 8 હાફ સેન્ચુરી પણ શામેલ છે. આ સમય દરમિયાન તેમનો બેસ્ટ સ્કોર 87 રન રહ્યો. વનડેમાં કોલિન મુનરોનના નામે 7 વિકેટ છે અને તેમનું બેસ્ટ પ્રદર્શન 10 રન આપીને 2 વિકેટ રહ્યું છે. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 65 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 31.35ની સરેરાશથી 1724 રન બન્યા છે. જેમાં 3 સેન્ચુરી અને 11 હાફ સેન્ચુરી શામેસ છે. આ સમય દરમિયાન બેસ્ટ સ્કોર 109 રન રહ્યો.

વધુ વાંચો: ICMRએ હેલ્ધી આહાર માટે શેર કરી ગાઈડલાઈન, જાણો એક દિવસમાં કેટલું અને શું ખાવું

ટી20 ઈન્ટરનેશનલમાં કોલિન મુનરોના નામે 4 વિકેટ છે અને તેમનું બેસ્ટ પ્રદર્શન 12 રન આપીને 1 વિકેટ રહ્યું છે. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 1 ટેસ્ટ મેચમાં 15 રન બનાવ્યા છે. 1 ટેસ્ટ મેચમાં કોલિન મુનરોના નામે 2 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયો છે અને તેમનું બેસ્ટ પ્રદર્શન 40 રન આપીને 2 વિકેટનું રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ