બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:47 PM, 19 March 2023
ADVERTISEMENT
નાસાના પૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર ડૉ.અનીતા સેનગુપ્તાએ નાસાના ક્યૂરિયોસિટી રોવરની લેન્ડિંગ માટે પેરાશૂટ મોડલ ડેવલપ કર્યું હતું. તેમણે ઈન્ડિયા ટુડેની કોન્કલેવના સેસન પ્લગ એન્ડ ફ્લાઈ: ઓન માર્સ લેન્ડિંદ એન્ડ ઈન્વેટિંગ ઈલેક્ટ્રિક પ્લેન્સ ઓન અર્થ, ફ્રૉમ અ વુમન ઓન ધ ફ્રંટલાઈસ ઓફ બોથમાં પોતાના અનુભવ શેર કર્યા હતા.
તેઓ જણાવે છે કે, મંગળ ગ્રહ પર રોવરને લેન્ડ કરાવવું તે સૌથી વધુ ડરામણું અને સૌથી વધુ એક્સાઈટિંગ પળ હતી. તે સાત મિનિટ ખૂબ જ ડરામણી હતી, અમે બીજી ઈમારતમાં હતા અને મિશનની ટેલીમેટ્રી જોઈ રહ્યા હતા. અમે પેરામીટર્સ પર નજર રાખી રહ્યા હતા. પેરાશૂટ બનાવવું તે મારા કરિઅર માટેની સૌથી મોટી તક હતી.
ADVERTISEMENT
ડૉ.સેનગુપ્તા જણાવે છે કે, મારા પિતા એન્જિનિયર હતા. છ વર્ષની ઉંમરે સ્ટારટ્રેક જોઈ હતી, ત્યારે મેં તેમને કહ્યું હતું કે, મારે એસ્ટ્રોફિજિસિસ્ટ બનવું છે.
મંગળ પર શા માટે જવું છે?
ADVERTISEMENT
ડૉ.સેનગુપ્તાએ કહ્યું હતું કે, શોધ કરવી તે વ્યક્તિના સ્વભાવમાં છે. માણસ સમુદ્રમાં જઈને, રણમાં જઈને શોધ કરે છે. મંગળ પર જઈને વસ્તી વસાવવાનું વિચારી રહ્યા હોવાથી મંગળ પર જવાની ઈચ્છા કરવામાં આવી રહી છે. શોધ કરવાની પ્રબળ ઈચ્છાને કારણે માણસ આગળ વધે છે. આપણે અન્ય ગ્રહ પર જીવનની શોધ કરવાની છે.
અન્ય ગ્રહ પર જીવન શક્ય છે?
ADVERTISEMENT
ડૉ.સેનગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું છે કે, આપણે માત્ર એવું જ માની રહ્યા છીએ કે, સૌરમંડળમાં રહેતા લોકો જ માત્ર જીવ છે. યૂરોપા પર બર્ફીલા સમુદ્ર હોવાથી ત્યાં પણ જીવન હોઈ શકે છે. ત્યાં એલિયન જીવન હોઈ શકે છે. શનિના ચંદ્ર પર પણ ઓર્ગેનિક મટીરિયલ છે, ત્યાં પણ જીવન હોઈ શકે છે. આ જગ્યાઓ પર સિંગલ સેલ ઓર્ગેનિઝ્મ હોઈ શકે છે.
સ્પેસ સાયન્સ
ADVERTISEMENT
ડૉ.સેનગુપ્તા જણાવે છે કે, ધરતી પર અનેક સમસ્યાઓ છે. જ્યારે અમે કોઈ નવી ટેકનિક વિકસિત કરીએ છીએ, તો નવી વસ્તુની શોધ કરવામાં આવે છે. સ્પેસ પ્રોગ્રામમંથી સારી ટેકનોલોજી પ્રાપ્ત થાય છે, જેનાથી જીવનની ગુણવત્તા સુધરે છે. સ્પેસ સાઈંસની મદદથી દુનિયા અને સમાજને સારી બનાવી શકાય છે. આગામી સમયમાં પૃથ્વી અને જળવાયું પરિવર્તનને સુધારવા પર કામ કરવું છે. હાલમાં હું હાઈડ્રોપ્લેન પર કામ કરી રહી છું. આ એક એવું પ્લેન છે, જેમાં કોઈ અવાજ આવતો નથી અને પ્રદૂષણ થતું નથી. આ પ્લેન ક્લીન એનર્જીની મદદથી ચાલે છે.
પાણીથી ઊડતું પ્લેન
ADVERTISEMENT
ડૉ.સેનગુપ્તા માહિતી આપતા જણાવે છે કે, સ્પેસ મિશન માટે હાઈડ્રોજન ફ્યૂઅલ બનાવવામાં આવ્યું હતું. જેનાથી પ્લેન અને હેલિકોપ્ટર્સ પણ ચલાવી શકાશે, જેથી પ્રદૂષણ ઓછું થાય. આ સ્પેસ ટેકનોલોજીથી લોકોને ફાયદો થશે, જેનાથી ટ્રક, રેલવે અને બસ પણ ચલાવી શકાશે. ભારતમાં સરળતાથી ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરી શકાય છે.
હાઈડ્રોજન ફ્યૂઅલથી ઉડતું પ્લેન તૈયાર છે, મેં લાંબા અંતર માટે આ પ્લેનનો ઉપયોગ કર્યો છે. હાઈડ્રોજન ફ્યૂઅલનો ઉપયોગ કોમર્શિયલ ગાડીઓમાં પણ કરી શકાય છે. હાઈડ્રોજન ફ્યૂઅલથી સિવિલ એવિએશન પણ સારી રીતે કરી શકાય છે. સિવિલ એવિએશનમાં 10થી 15 સીટ માટે આ ફ્યૂઅલનો ઉપયોગ કરી શકાય છે, જે વધુ ઉંચાઈ પર જઈ શકતા નથી.
એન્જિનિયરિંગની ડિગ્રી સૌથી સારી છે
હું ભારતીય કંપનીઓ સાથે કામ કરવા માંગુ છું, જ્યાં ભાગીદારીમાં કામ કરી શકીએ છીએ. ભારતમાં સ્ટાર્ટઅપ ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યા છે. એન્જિનિયરીંગ સૌથી સારી ડિગ્રી છે, જેનાથી સમસ્યાઓનું સમાધાન શોધી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.