બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / North Korea tests missile for fifth time in 40 days, Japan accuses Kim Jong

તાનાશાહ / કિમ જોંગનું મગજ તો ફરી છટક્યું! સમુદ્રમાં 40 દિવસમાં પાંચ વાર કર્યું એવું કે જાપાનના PM પરસેવે રેબઝેબ "

Published By: Vishnu

Last Updated: 08:43 PM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર કોરિયાએ 40 દિવસમાં પાંચમી વખત મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયા અને જાપાની સૈન્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

  • જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના કાર્યાલયે ઉત્તર કોરિયા પર કર્યા પ્રહાર
  • 'બે બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી'
  • ઉત્તર કોરિયાએ 40 દિવસમાં પાંચમી વખત મિસાઈલનું પરીક્ષણ કર્યું 

એક રિપોર્ટ અનુસાર બેલિસ્ટિક મિસાઇલ ઉત્તર-દક્ષિણ હેમ ગ્યોંગ પ્રાંતના બંદરગાહ શહેર સિન્પોથી સવારે 10.17 વાગ્યાની આસપાસ સબમરીનથી છોડવામાં આવી હતી. એક અન્ય રિપોર્ટ અનુસાર, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના કાર્યાલયે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા દ્વારા જાપાનના સમુદ્રમાં બે બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. જો કે, મિસાઈલ કયા સ્થળે ઉતરી હતી તેની ચોક્કસ પુષ્ટિ થઈ નથી.

PMએ રદ કર્યો કાર્યક્રમ
મિસાઇલ લોન્ચિંગના સમાચાર બાદ, PM કિશિદાએ તે દિવસ માટે તેમના નિર્ધારિત કાર્યક્રમો રદ કર્યા અને કહ્યું કે તેઓ ઉત્તર કોરિયાના મિસાઇલ લોન્ચનો જવાબ આપવા માટે ટોક્યો પરત ફરી રહ્યા છે. હાલમાં, જાપાન એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે મિસાઇલો તેના દેશની સરહદમાં પ્રવેશી હતી કે નહીં.

મિસાઈલ કયા ઉતરી હતી તેની ચોક્કસ પુષ્ટિ નથી
અધિકારીઓએ જણાવ્યું હતું કે જો મિસાઇલ જાપાની સરહદમાં પ્રવેશી હોવાની પુષ્ટિ થાય તો તે ગયા મહિને જાપાનના ઇઇઝેડ નજીકથી ઉત્તરથી ત્રાટકનાર ત્રીજી બેલિસ્ટિક મિસાઇલ હશે. મિસાઈલ લોન્ચ કર્યા બાદ જાપાનીઝ નેવીએ તેના જહાજોને સાવધાન રહેવાની સલાહ જાહેર કરી છે.   ઉત્તર કોરિયા તરફથી મિસાઈલ લોન્ચ પર ચર્ચા કરવા માટે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક થવાની સંભાવના છે. કિમ જોંગ-ઉને તાજેતરમાં બંને દેશો વચ્ચે એક ફોન હોટલાઈન પુનસ્થાપિત કરી હતી.

અમેરિકાએ વાતચીત શરૂ કરવાના પ્રસ્તાવને રિપીટ કર્યો     
મંગળવારના મિસાઇલ લોન્ચિંગના કલાકો બાદ, અમેરિકાએ ઉત્તર કોરિયા સાથે તેના પરમાણુ હથિયારોના કાર્યક્રમ પર રાજદ્વારી વાટાઘાટો ફરી શરૂ કરવાના પ્રસ્તાવને રિપીટ કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન તેમના ખાસ દૂત સુંગ કિમને ઉત્તર કોરિયા સાથે પરમાણુ કાર્યક્રમની ચર્ચા કરવા માટે સિયોલ મોકલશે. હકીકતમાં, ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયારોમાં ઘટાડાનો વિરોધ કરી રહ્યું છે અને સાથે જ પહેલેથી લાદવામાં આવેલા પ્રતિબંધોને હટાવવાની માંગણી પણ કરી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

North Korea accuses japan kim jong tests missile ઉત્તર કોરિયા કિમ જોંગ ઉન જાપાન મિસાઈલ પરીક્ષણ North Korea

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ