બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / North Gujarat will be provided irrigation water through canal
Vishnu
Last Updated: 07:58 PM, 15 April 2022
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતના લોકો માટે મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. શુક્રવારથી કેનાલ મારફતે સિંચાઈનુ પાણી આપવામાં આવશે. 10 દિવસ માટે 1500 ક્યુસેક પાણી સિંચાઈ માટે આપવાનો નિર્ણય કરાયો છે. આકરા ઉનાળામાં આ નિર્ણયથી ઘાસચારાને જીવનદાન અપાશે
ADVERTISEMENT
દાંતીવાડા ડેમમાં હાલ 5 થી 7 ટકા જેટલો જ પાણીનો સંગ્રહ
ત્યારે થોડા દિવસો અગાઉ VTVની ટીમે બનાસકાંઠા જિલ્લાની પાણીની સ્થિતિને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો જેમાં ડેમો તળિયાઝાટક હોવાનું ખૂલ્યું છે. મહત્વનું છે કે બનાસકાઠા જિલ્લો એ રણના સરહદી વિસ્તારને અડીને આવેલો જિલ્લો છે અને ચોમાસા દરમિયાન આ જિલ્લામાં ખૂબ જ નહિવત પ્રમાણમાં વરસાદ પડતો હોય છે ત્યારે બીજી બાજુ બનાસકાંઠામાં કુલ મુખ્ય ત્રણ બે માં આવેલા છે જેમાં દાંતીવાડા સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ડેમો રાજસ્થાનથી નીકળતી નદીઓ માંથી તેમાં પાણી આવતું હોય છે પણ હાલ આ ત્રણેય ડેમો ખાલીખમ જોવા મળી રહ્યા છે ચાલુ વર્ષે બનાસકાંઠા ને રાજસ્થાનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ થવાના કારણે દાંતીવાડા માં 5% થી 7 ટકા જેટલું જ પાણી સંગ્રહ થયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે ચાલુ વર્ષે શિયાળામાં અને ઉનાળામાં દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા ખેતી માટે દર વર્ષે પાણી આપવામાં આવતું હોય છે પણ આ વર્ષે વરસાદ ન થવાના કારણે ડેમ ખાલી રહેવાના કારણે પીવા માટે જ પાણી રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેના કારણે દાંતીવાડા ની મુખ્ય કેનાલમાં પાણી ના છોડતા બનાસકાંઠા અને પાટણના ગામડાઓ અને ખેતરોમાં પાણી ન મળવાના કારણે સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે.
શિપુ ડેમ કોરોધાકોર
શિપુ ડેમની વાત કરીએ તો સીપુ ડેમ એકદમ ખાલી ખમ જોવા મળી રહ્યું છે શિપુ ડેમનું પાણી આજુબાજુના લોકોને ન મળવાના કારણે ડેમ આધારીત ખેતી કરતા લોકો અને ખેડૂતોને પાણી વગર ખેતી કરી શકતા નથી જેના કારણે આ વર્ષે ધાનેરા,ડીસા ,લાખણી જેવા તાલુકાઓમાં પાણી માટે વલખા મારવા પડશે ડેમ બે વર્ષોથી ખાલી ખમ હોવાના કારણે આજુબાજુના પાણીના તળ પણ ખૂબ જ ઊડા જતાં રહ્યા છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે ડેમ ભરવા પાઇપલાઇન નાખવામાં આવી છે.
કેબિનેટ બેઠકમાં પીવાના પાણીને લઈ સિંચાઇના પાણીમાં કાપ મુકાયો હતો
બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ઉનાળામાં પીવાના પાણી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા પીવાના પાણીની તત્કાળ વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. તેમજ આગામી ચોમાસુ નબળું હોવાના ભયથી પાણી બચત માટે તથા સિંચાઈના પાણીમાં કાપ મુકવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જળાશયમાં પાણી સ્ટોક જળવાઈ રહે તે માટે પાણી કાપ મૂકવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT