ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / Nora recently opened up to Ranveer Allahabadia on her podcast

નિવેદન / બોલિવૂડ કપલ પર સાધ્યુ નોરાએ નિશાન, તેમના વચ્ચે પ્રેમ નહીં, પૈસા અને પાવર માટે કરે છે લગ્ન

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:05 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News: નોરાએ હાલમાં જ રણવીર અલ્લાહાબાદિયા સાથે તેના પોડકાસ્ટમાં દિલ ખોલીને વાત કરી છે. તેણે આ ઇન્ટરવ્યુંમાં બોલિવૂડનાં લગ્નો પર વાત કરી હતી.

ADVERTISEMENT

નોરા ફતેહીએ હાલમાં જ એક ઇન્ટરવ્યું આપ્યો હતો. જેમાં તેણે એટલી ખુલીને વાતો કરી કે તેનો વીડિયો વાયરલ થયો છે. આ ઇન્ટરવ્યુંમાં નોરાએ નજર લાગવાની વાતથી લઇને બોલિવૂડ સેલિબ્રિટીના કપલ વિશે પણ વાત કરી છે.

Topic | VTV Gujarati

'લોકો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ભેગી કરે છે'

નોરાએ હાલમાં જ રણવીર અલ્લાહાબાદિયા સાથે તેના પોડકાસ્ટમાં દિલ ખોલીને વાત કરી છે. તેણે આ ઇન્ટરવ્યુંમાં બોલિવૂડનાં લગ્નો પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ લોકો માત્ર પોતાના હેતુ માટે જ સાથે રહે છે. આ લોકો ખૂબ જ ગણતરીબાજ હોય છે. ફેમસ થવા માટે એકબીજાનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં લોકો તેમના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ભેગી કરે છે અને તેથી જ લગ્ન જીવનમાં હતાશા કે પછી આત્મહત્યા જેવા બનાવ બને છે.

'પણ મારી સાથે કંઇ કરી શકતા નથી'

નોરાએ વધુમાં કહ્યું, 'આ લોકો ફેમસ થવા માટે એકબીજાનો ઉપયોગ કરે છે. પરંતુ આવા લોકો ઇચ્છે તો પણ મારી સાથે કંઇ કરી શકતા નથી. આ જ કારણ છે કે કોઈ મારી સાથે હેંગઆઉટ કરતા કે તમે મને કોઈ છોકરાને ડેટ કરતા જોઈ શકતા નથી.' 'હું જાણું છું કે શું ચાલી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો પ્રભાવ માટે લગ્ન કરે છે. આ લોકો એવા લોકો સાથે લગ્ન કરવા માગે છે જેમની ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.'

વાંચવા જેવું: આયુષ શર્માને નહોતી રૂપિયાની પણ ઇન્કમ, તો પછી કઇ બાબતથી સલમાન ખાન થયો ઇમ્પ્રેસ અને અર્પિતાના કરાવ્યા લગ્ન

'..પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે'

તેમણે વધુમાં કહ્યું કે, 'આજે લોકો પ્રસિદ્ધિ, પૈસા અને સત્તા માટે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. તમે જેને પ્રેમ પણ નથી કરતા તેની સાથે લગ્ન કરવા અને પછી તેની સાથે વર્ષો સુધી રહેવાથી વધુ કંઈ ખરાબ નથી. અમારી ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો આ બકવાસ કરી રહ્યા છે. તેમને આ અંગે કોઈ ખ્યાલ પણ નથી. આ લોકો લગ્નને પ્લાનની જેમ જોઈ રહ્યા છે. તેઓએ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે ભેદ કરવાનું બંધ કરી દીધું છે. આ કારણે તેઓ ખુશ પણ નથી.'
    નોરાએ આ ઇન્ટરવ્યુમાં ખરાબ નજર અને ઓરા વિશે પણ વાત કરી. તેણે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારો ઓર શાહરૂખ ખાનનો હોય છે.. તે આવે ત્યારે તેની આસપાસ એક પોઝિટિવ એનર્જી જોવા મળે છે.. અને નોરા પોતે પણ નજર લાગવા જેવી અને ખરાબ નજર હોવા જેવી વાતમાં પણ માને છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Nora Fatehi Ranveer Allahabadia નોરા ફતેહનું નિવેદન નોરા ફતેહી nora fatehi

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ