બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:50 PM, 13 April 2024
આયુષ શર્માએ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. આયુષ અને અર્પિતાના બે બાળકો છે. જેને મામૂ સલમાન ખાન ખૂબ જ પ્રેમ કરે છે. એક ઈન્ટરવ્યૂમાં આયુષે ખુલાસો કર્યો છે કે સલમાને કેવી રીતે ઈમ્પ્રેસ થઈને પોતાની બહેન સાથે તેમના લગ્ન કરાવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આયુષ શર્મા એક રાજનૈતિક પરિવારથી આવે છે. તેમના પિતા અનિલ શર્મા હિમાચલ પ્રદેશના મંત્રી અને બિઝનેસમેન છે. આયુષ મુંબઈ અભિનેતા બનવા આવ્યા હતા અને ત્યારે તેમની મુલાકાત અર્પિતા સાથે થઈ.
અર્પિતા સાથે ડેટિંગના થોડા જ મહિનાઓ બાદ આયુષની મુલાકાત સલમાન ખાન સાથે થઈ અને તેમની પહેલી મુલાકાત કેવી રીતે થઈ અને ભાઈજાન પોતાની બહેનના લગ્ન માટે કેવી રીતે માન્યા આ વિશે એક્ટરે ખુલાસો કર્યો છે.
આયુષને જોઈને ચોંકી ગયા હતા સલમાન ખાન
જ્યારે આયુષ શર્મા ગેલેક્સી અપાર્ટમેન્ટ આવ્યા ત્યારે રાત્રે 1 વાગ્યો હતો અને તેમના ઘરમાં બધા ટીવી જોઈ રહ્યા હતા અને ભોજન કરી રહ્યા હતા. સલમાન સાથે પહેલી મુલાકાતને યાદ કરતા આયુષે કહ્યું, "તે ઘરે આવ્યા અને હું તેમની પાછળ પડી ગયો હતો. મેં વિચાર્યું કે પ્રેમ કર્યો છે તો હવે ડરવાનું શું. તે મારી તરફ વળ્યા અને મેં તરત પોતાનું ઈન્ટ્રોડક્શન આપ્યું, હાય સર, હું આયુષ શર્મા છું." તે ચોંકી ગયા અને તેમણે કહ્યું, "હું સલમાન ખાન છું અને તેના બાદ હું જતા રહ્યો."
આયુષની આવ વાતથી ઈમ્પ્રેસ થયા હતા સલમાન
આયુષ શર્માએ આગળ જણાવ્યું કે પહેલી મુલાકાતના બીજા દિવસે અર્પિતાનો તેમની પાસે ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે ભાઈ સલમાન તેમને મળવા માંગે છે. આયુષે જણાવ્યું કે જ્યારે ભાઈજાને તેમને ફ્યૂચર પ્લાન પુછ્યો તો તેમણે તરત કહી દીધુ કે તેમને એક્ટિંગ નથી આવડતી. તેમણે કહ્યું, "હું ચોંકી ઉઠ્યો કે તેમને કેવી રીતે ખબર પડી"
વધુ વાંચો: 'પુષ્પા 2'ના રિલીઝ પહેલા જ 'જવાન'એ રેકોર્ડ તોડ્યો, બની આવું કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ
પછી સલમાને આયુષને અર્પિતા સાથે રિલેશન વિશે સવાલ કર્યો તે એક્ટેર તરત જવાબ આપ્યો કે તે તેમની બહેન સાથે લગ્ન કરવા માંગે છે. તેમણે કહ્યું, "સલમાને મારી કમાણી પુછી. મેં કહ્યું હું નથી કમાતો. મારા પિતા પૈસા મોકલે છે અને હું તેના પર ગુજરાન ચલાવું છું. મેં કીધુ કે ઘરમાં પૈસા છે અને હું નથી કમાતો. તેમણે મને જોયો અને કહ્યું, આ છોકરો ખૂબ જ ઈમાનદાર છે. મને આ છોકરો ખૂબ જ પસંદ આવ્યો. લગ્ન પાક્કા."
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
મનોરંજન / 'હું તને કામ આપીશ, પણ તારે મારી સાથે સૂવું પડશે,' કાસ્ટિંગ કાઉચને લઈને અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.