બ્રેકિંગ ન્યુઝ
બોલિવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાના કામથી ઈન્ડ્સ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી દીધી છે. પોતાના ડાંસથી નોરાએ મોટી મોટી એક્ટ્રેસને પાછળ છોડી દીધી છે. મડગાંવ એક્સપ્રેસમાં નોરાના કામના બધાએ વખાણ કર્યા. હાલમાં જ નોરા ફતેહીએ ખુલીને ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે બોલિવુડના કપલ્સની સાથે સાથે ફેમિનિઝમ પર પણ પોતાનો મત આપ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફેમિનિઝમ પર કહી આ વાત
ધ રણવીર શો વખતે નોરાએ ફેમિનિઝમને લઈને પોતાના વિચાર શેર કર્યા. નોરાએ કહ્યું કે તેમને કોઈની જરૂર નથી અને તે ફેમિનિઝમ જેવા વિચારો પર વિશ્વાસ નથી રાખતા. એક્ટ્રેસનું કહેવું છે કે તે ઈચ્છે છે કે મહિલાઓ કામ પર જાય તેમનું પણ પોતાનું જીવ હોય અને ઈન્ડિપેન્ડેન્ટ બને. પરંતુ બધુ જ એક લિમિટમાં.
નોરાએ કહ્યું, "મને કોઈની જરૂર નથી. અને ફેમિનિઝમ જેવા વિચાર... હું આ બકવાસમાં વિશ્વાસ નથી કરતી. મને લાગે છે કે ફેમિનિઝમે આપણા સમાજને બર્બાદ કરી નાખ્યો છે. "
ADVERTISEMENT
ADVERTISEMENT
એક્ટ્રેસે પોતાની વાતને પુરી કરતા કહ્યું કે આ જે આઈડિયા છે સંપૂર્ણ રીતે ઈન્ડિપેન્ડેન્ટ થવું, લગ્ન ન કરવા, બાળક ન કરવા, જે ઘરોમાં આદમી અને મગિલાઓની આ ડાઈનેમિકના વિચાર છે ત્યાં આદમી પ્રોવાઈડર હોય છે અને મહિલા પાલન-પોષણ કરે છે. તે આ પ્રકારના લોકો પર વિશ્વાસ નથી કરતી.
નોરાએ આગળ કહ્યું કે, તેમને લાગે છે કે મહિલાઓ પાલન-પોષણ કરે છે.પરંતુ તેમને જઈને કામ કરવું જોઈએ અને પોતાનું જીવન જીવવું જોઈએ અને ઈન્ડિપેન્ડેન્ટ થવું જોઈએ. પરંતુ આ બધુ એક હજ સુધી. તેમને એક માતા, એક વાઈફ અને એક પાલન-પોષણનું પાત્ર નિભાવવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
એવી જ રીતે જેવી રીતે આદમીને પ્રોવાઈડર, કમાવનાર, એક પિતા અને પતિની રીતે પોતાનું પાત્ર નિભાવવા માટે તૈયાર રહેવું જોઈએ. નોરાએ આગળ કહ્યું કે ઘણા લોકો તેને જુના કે પારંપરિક વિચાર વાળા કહે છે. પરંતુ તેમના અનુસાર આ વિચારવાની નોર્મલ રીત છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.