ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / no-pin-no-card-required-solar-atm-dispense-money-biometric

NULL / આ ATMમાંથી કાર્ડ-પિન વગર નીકાળાશે રૂપિયા આ રીતે કરે છે કામ

Published By: vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભારત સરકારની તરફથી એક એવા ATMનું પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી તમે માત્ર અંગૂઠા લગાવીને જ પૈસાની લેવડદેવડ કરી શકશો. આ ATM સૌર ઉર્જાની મદદથી ચાલશે. એટલું જ નહી આ ATMનો ઉપયોગ તમે માત્ર અંગૂઠાને પ્રેસ કરીને જ કરી શકશો. એટલે કે આ ATM યૂઝ કરવા માટે તમારે માત્ર બાયોમેટ્રિકની જ જરૂર પડશે.

આ પ્રોટોટાઇપને તૈયાર થયા પછી તે હિસ્સામાં ATM મશીનની સુવિધા પહોંચવામાં મદદ મળશે જ્યાં પહેલીથી ATM લગાવવામાં મુશ્કેલ હોય. આ સૌથી વધારે તે વિસ્તાર માટે ફાયદાકારક હશે જ્યાં ઠીક રીતે વિજળી પણ નથી પહોંચી શકતી. 

કેન્દ્રીય વિજ્ઞાન થતાં પ્રૌધોગિકી મંત્રાલય ડૉક્ટર હર્ષવર્ધને બધુવધારે આ ATMની જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે સૌર ઉર્જાથી ચાલતા આ ATMને પ્રોટોટાઇપમાં દેશની મોટી બેંકોએ રસ બતાવ્યો છે. મોદી સરકારે સૌર ઉર્જાની મદદથી ચાલતા ATMની સાથે સાથે બીજી ઘણી ઉપયોગી વસ્તુઓ પણ તૈયાર કરી છે. 

સરકારે જ્યાં વિજળીની અછત હોય તેવા વિસ્તારો માટે એવી વસ્તુઓ તૈયાર કરી છે જે સૌર ઉર્જાથી કામ કરે જેમાંસ સૌર વૉટર પ્યૂરીફાયર સૉલરજેકેટ પણ શામેલ છે. 

સૉલર જેકેટની મદદથી મોબાઇલ તથા ટોર્ચને પણ સરળતાથી ચાર્જ કરી શકાશે. આ જેકેટની કિંમત 4000 રૂપિયા છે. આગામી 2-3 મહિનામાં આ ATMનો વ્યાસાયિક કામ માટે તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે આ જ તર્જ પર તેનું પ્રોડક્શન પણ કરવામાં આવશે. 

ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ કે આ ATMને દેશના એવા ભાગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે જ્યાં વિજળીની વ્યવસ્થા સંપૂર્ણ રીતે નથી મળતી. દેશના દૂરના વિસ્તારોમાં ATMની મદદથી બેંકિંગની સુવિધા સરળ બની જશે. 

ભારતીય સ્ટેટ બેંક સહિતના બીજી ઘણી બેંકોએ આ ATMની સુવિધામાં રૂચિ બતાવી છે. SBI દેશની સૌથી મોટી બેંક છે. જો SBI આ ATM લગાવવાનું નિર્ણય કરે તો દેશના વધારે લોકોને ફાયદો મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ