બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / No one becomes a victim of dehydration in just one day, these 3 symptoms are responsible for water deficiency

હેલ્થ / માત્ર એક જ દિવસમાં નથી બનતું કોઈ ડિહાઈડ્રેશનનો શિકાર, આ 3 લક્ષણો પાણીની ઉણપ માટે જવાબદાર

Megha

Last Updated: 08:43 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાં પાણીની ઉણપ એક દિવસમાં દેખાતી નથી પણ શરીર ડિહાઇડ્રેશનના અનેક સંકેતો આપે છે અને શરીરમાં પાણીની ઉણપ સાથે અનેક પ્રકારના બદલાવ આવવા લાગે છે

  • શરીરમાં પાણીની ઉણપ એક દિવસમાં દેખાતી નથી
  • શરીર ડિહાઇડ્રેશનના અનેક સંકેતો આપી રહ્યું છે
  • શરીરમાં પાણીની ઉણપ સાથે અનેક પ્રકારના બદલાવ આવવા લાગે

ભરઉનાળો શરૂ થઈ ગયો છે અને હવે ધીરે ધીરે તાપમાન વધી રહ્યું હોવાથી આ ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. હવે અંહિયા સમજવા જેવી વાત એ છે કે આ સ્થિતિ શરીરમાં પાણીની ઉણપ એક દિવસમાં દેખાતી નથી પણ શરીર ડિહાઇડ્રેશનના અનેક સંકેતો આપી રહ્યું છે. નોંધનીય છે કે શરીરમાં પાણીની ઉણપ સાથે અનેક પ્રકારના બદલાવ આવવા લાગે છે અને એવામાં ફેરફાર તરીકે તમને ઘણી વાર થાક અને ચક્કર આવી શકે છે પણ આ બે વસ્તુઓ થતાં પહેલા પણ શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થતા રહે છે. ચાલો જાણીએ ડિહાઇડ્રેશનના લક્ષણો વિશે...

1. હોઠની શુષ્કતા 
આ ઉનાળાની ઋતુમાં જો તમારા હોઠ વારંવાર સુકાઈ રહ્યા છે, તો આ પહેલો સંકેત છે કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે. આ સિવાય હોઠ કાળા થવા પણ શરીરમાં પાણીની ઉણપનો સંકેત હોઈ શકે છે. નોંધનીય છે કે હાઈડ્રેશનની ઉણપ તમારા શરીરમાં શુષ્કતાનું કારણ બને છે જે સોજો તરફ દોરી જાય છે અને હોઠની શુષ્કતા આ સૂચવે છે. 

2. પેશાબમાં પીળાશ 
શરીરમાં પાણીની ઉણપ છે તેનું એક લક્ષણ છે પેશાબમાં પીળાશ. આ સંકેત ખૂબ જ સ્પષ્ટ છે. શરીરમાં પાણીની કમી મુખ્યત્વે યુરોક્રોમ પિગમેન્ટને કારણે છે જેને યુરોબિલિન તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે જેટલું વધુ પાણી પીશો અને જેટલું વધારે હાઇડ્રેટેડ રહેશો અને તમારા પેશાબમાં યુરોબિલિન હળવું હશે. 

3. વારંવાર ઊલટી- ઉબકા
વારંવાર ઉબકા આવવા એ પણ ડિહાઇડ્રેશનના લક્ષણોની નિશાની છે. જણાવી દઈએ કે પાણીની ઉણપને કારણે શરીરનો મેટાબોલિક દર બગડે છે જેના કારણે તમને વારંવાર ઉબકા આવી શકે છે. આ સિવાય પાણીની ઉણપનેકારણે ખોરાક પચતો નથી, પેટ ફૂલવાની સાથે વારંવાર ઉબકા આવી શકે છે. 

ઉનાળાની ઋતુમાં પાણીની ઉણપના આ બધા સંકેતોને ઓળખો અને દરરોજ પૂરતું પાણી પીવાનું શરૂ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ