બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / No need for masks in Maharashtra from Saturday, all corona bans lifted

મહામારી / BIG NEWS : મહારાષ્ટ્રમાં શનિવારથી માસ્ક જરુરી નહીં, હટાવાયા કોરોનાના તમામ પ્રતિબંધ

Hiralal

Last Updated: 06:51 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાંથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી દીધી છે.

  • મહારાષ્ટ્રમાં કોરોનાના તમામ પ્રતિબંધો હટાવવાની જાહેરાત
  • શનિવારથી માસ્ક પણ ફરજિયાત નહીં 
  • ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય 
  • બંગાળમાં પણ કોરોના પ્રતિબંધો હટાવાયા 

કોરોના ઘટતા મહારાષ્ટ્ર અને બંગાળ સરકાર લોકોને મોટી રાહત આપી છે. માસ્કને વૈકલ્પિક બનાવનાર મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના સાથે જોડાયેલા તમામ પ્રકારના કાયદા કે પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. ગુરૂવારે મહારાષ્ટ્ર સરકારે આ અંગે જાહેરાત કરી હતી અને આ જાહેરાત હેઠળ હવે મહારાષ્ટ્રમાંથી તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો હતો. 

શનિવારથી માસ્ક પણ મરજિયાત 

મહારાષ્ટ્ર સરકારે માસ્કનો ઉપયોગ પણ મરજિયાત કરી દીધો છે. રાજ્યમાં હવે માસ્ક પણ વૈકલ્પિક બની જશે. એટલે કે માસ્ક પહેરવું કે નહીં તે લોકો પર નિર્ભર રહેશે. હવેથી માસ્ક પહેર્યું ન હોય તો ચાલાણ પણ નહીં કપાય.આ રીતે હવે માસ્ક મરજિયાત કરનાર  મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બની ગયું છે.મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં માસ્ક પહેરવું હવે વૈકલ્પિક રહેશે. એટલે કે, માસ્ક પહેરવા માટે કોઈના પર દબાણ કરી શકાતું નથી. જો કે, અમે હજી પણ કહીશું કે લોકોએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું જોઈએ.

રાજ્યમાંથી કોરોના તમામ પ્રતિબંધો હટાવાયા 
મહારાષ્ટ્રના એએસએ મંત્રી જિતેન્દ્ર અવહાડે ટ્વિટ કરીને કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ નવો નિયમ 2 એપ્રિલથી લાગુ થશે જે અંતર્ગત કોરોના સાથે જોડાયેલા તમામ કાયદા લગભગ ખતમ થઈ જશે.સરકારે મહામારી એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. આ બંને કાયદા લગભગ દેશભરમાં છેલ્લા બે વર્ષથી અમલમાં છે.  

બંગાળમાં પણ કોરોનાના પ્રતિબંધો હટાવાયા 
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં કોરોનાને કારણે અવરજવર પરના તમામ પ્રતિબંધો પાછા ખેંચી લીધા છે. જો કે જાહેર સ્થળોએ આરોગ્ય અને સ્વચ્છતાને લગતા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. મમતા સરકારના આદેશ અનુસાર રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી વાહનોની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.બંગાળ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં ભીડ અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સલાહ પણ આપવામાં આવી છે.સાથે જ ઓફિસ અને અન્ય સંસ્થાઓને પણ કોરોના સાથે જોડાયેલા તમામ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે નિયમિત સેનિટાઇઝેશન અને કોવિડ નિયમોનું પાલન કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ