બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / No more driving in Dwarka Negligence Licenses of four boat owners cancelled

કાર્યવાહી / દ્વારકામાં હવે નહીં ચલાવી લેવાય બેદરકારી: ચાર બોટ માલિકોના લાયસન્સ રદ્દ, તમે પણ દર્શને જાઓ તો ધ્યાન રાખજો

Kishor

Last Updated: 04:39 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GMB દ્વારા ઓખા,બેટ, દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના ચાર બોટ માલિકોના લાઇસન્સ રદ કરી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

  • ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના ચાર બોટ માલિકો દંડાયા
  • ચાર બોટ માલિકોના લાઇસન્સ રદ કરી 500 રૂપિયાનો દંડ ફટકારાયો
  • સિક્યુરિટી સાથે ગેર વર્તૂણક અને વધુ પેસેન્જર ભરવા મામલે દંડ ફટકારાયો

યાત્રાધામ દ્વારકામાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે. આ દરમિયાન ઓખા, બેટ, દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમા અનેક વખત નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ઘટના સામે આવતી હોય છે જેમાં તંત્રની કડક સૂચના છતાં બોટ માલિકો નિયમને ધોળીને પી જતા હોયની લોકો રાવ ઉઠાવતા હોય છે. જે ને લઈને બોટ માલિકો સામે તંત્રએ લાલ આંખ કરી છે અને ચાર બોટ માલિકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.

Image result for બેટ દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ


ઓખા ફેરી બોટ સર્વિસના માલિકો દંડાયા

GMB દ્વારા આળસ ખંખેરી બોટ માલિકો વિરુદ્ધ દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવી છે. સિક્યુરિટી સાથે ગેરવર્તૂણક અને વધુ પેસેન્જર ભરવા મામલે તંત્ર દ્વારા ચાર બોટ માલિકોના લાઇસન્સ રદ કરી દેવાયા છે. આઠ દિવસ માટે પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત 500 રૂપિયાનો દંડ ફાટકરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1 નવેમ્બરના રોજ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં  મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ અંગે તંત્ર દ્વારા તાબડતોબ પગલાં લઇને 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે અને 1 બોટનો પરવાનો અચોકસ મુદત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા તેમજ નિયત નિયમોનું પાલન ન કરતા માલિકો સામે કાર્યવાહી કરાઈ હતી

લાઈફ જેકેટ સહિતના નિયમોનું પાલન કરાવવું આવશ્યક

બેટ-દ્વારકા જાવા માટે ફેરી બોટ એક માત્ર રસ્તો હોય દરિયાઈ માર્ગે અહીં ફેરી બોટ મારફતે યાત્રિકો બેટ દ્વારકા જતા હોય છે ત્યારે અહીં ફેરી બોટોમાં ફરજીયાત લાઈફ જેકેટ પણ પહેરાવાની સૂચના અપાઈ છે છતા યાત્રિકો આ મુદ્દે ઉદાસીનતા દાખવી રહ્યા છે આથી લોકોએ સલામતીના ભાગરૂપે આ નિયમોનું પાલન કરવું જોઈએ. તંત્ર દ્વારા પણ આ નિયમનું પાલન કરાવાવુ પણ જરૂરી બન્યું છે. આ ઉપરાંત યાત્રિકોની ભારે ભીડ ઉમટતી હોય ત્યારે ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં આવે છે તો આ સહિતના નિયમનું પાલન કરાવવુ આવશ્યક છે. બોટ સાથે પક્ષીઓ પણ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડી રહ્યા છે જે અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ