બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Politics / 'No I have not resigned but..what did Padminiba Vala say on Bharat Boghra's statement regarding resignation?

રૂપાલા વિવાદ / 'ના મેં રાજીનામું નથી આપ્યું પરંતુ...', ભરત બોઘરાએ રાજીનામા અંગે કરેલા નિવેદન પર શું બોલ્યા પદ્મિનીબા વાળા?

Vishal Dave

Last Updated: 12:05 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પદ્મિનીબાએ રાજીનામુ આપ્યુ હોવાનુ અને રાજીનામુ સ્વીકારી લીધુ હોવાનુ ભરત બોઘરાએ જણાવ્યુ છે. જ્યારે ભરત બોઘરાના દાવાને પદ્મિની બાએ નકારીને ભાજપમાંથી રાજીનામુ આપ્યુ નહી હોવાનુ જણાવ્યુ છે.

પરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદના ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. તેવામાં ભરત બોઘરાએ પદ્મિનીબા વાળાના રાજીનામા અંગે કરેલા નિવેદનથી ચર્ચા જાગી છે. ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા જાડેજાના રાજીનામાને લઈ વિવાદ થયો છે

પદ્મિનીબાએ કીધુ રાજીનામું નથી આપ્યું

પદ્મિનીબાએ રાજીનામુ આપ્યુ હોવાનુ અને રાજીનામુ સ્વીકારી લીધુ હોવાનુ ભરત બોઘરાએ જણાવ્યુ છે. જ્યારે ભરત બોઘરાના દાવાને પદ્મિની બાએ નકારીને ભાજપમાંથી રાજીનામુ આપ્યુ નહી હોવાનુ જણાવ્યુ છે. જો કે તેમણે કીધુ કે તે લોકો એવું કહેતા હોય કે તેમણે રાજીનામું સ્વીકારી લીધુ છે તો મને રાજીનામું આપવામાં કોઇ વાંધો નથી. રૂપાલાના વિવાદ બાદ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના નિવેદનથી વિવાદ વધુ ઘેરાય તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ  ક્યાંય આરતી તો ક્યાંક વિરોધ પ્રદર્શન તો ક્યાંક...., પરષોત્તમ રૂપાલાને લઇ ક્ષત્રિય સમાજે જુઓ ક્યાં કેવો વિરોધ કર્યો

16 એપ્રિલે રૂપાલા ફોર્મ ભરવા જશે 

પરષોત્તમ રુપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલે જણાવ્યું હતું કે, 'આગામી 16 એપ્રિલે સવારે 10.30 વાગ્યે પરશોત્તમ રુપાલા ફોર્મ ભરવા જશે, ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે. આ જાહેર સભાના ભાગરૂપે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.' ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ